Western Times News

Gujarati News

Vi Business આગામી ત્રણ વર્ષમાં 1.20 કરોડ સ્માર્ટ મીટર્સ લગાવશે

Vi Business ભારતના ઊર્જા ક્ષેત્રને વેગ આપવા માટે પ્રતિબદ્ધ,  આ સીમાચિહ્ન ભારત તેના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાય છે, નિરીક્ષણ કરે છે અને મેનેજ કરે છે તેની પુનઃવ્યાખ્યા કરે છે

Ahmedabad, અગ્રણી ટેલિકોમ અને આઈઓટી સોલ્યુશન્સ પ્રોવાઇડર Vi (વોડાફોન ઈન્ડિયા લિમિટેડ)ની એન્ટરપ્રાઇઝ આર્મ Vi Business ભારતના ઊર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસને આગળ લઈ જવા માટે તૈયાર છે.

Vi Business is Committed to Power India’s Energy Landscape; Gears Up to Connect 12 Million Smart Meters In Next Three Years.

આ એન્ટરપ્રાઇઝ આર્મે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં 12 મિલિયન સ્માર્ટ મીટર્સ સક્ષમ કરવાની તેની યોજનાની આજે જાહેરાત કરી હતી. આ પહેલ Vi Business ને ભારતના સ્માર્ટ યુટિલિટી પરિવર્તનના મોખરે લાવે છે અને મજબૂત, સ્વીકૃત તથા પર્યાવરણને જવાબદાર એવા ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને આગળ ધપાવે છે.

ભારતના સ્માર્ટ ગ્રીડ મિશન સાથે સંલગ્ન રહેતા આ વ્યાપક અમલીકરણ એડવાન્સ્ડ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એએમઆઈ) અને આઈઓટી સોલ્યુશન્સમાં નવીનતાને પ્રોત્સાહન આપશે જેનો ઉદ્દેશ ડિજિટલી સશક્ત ઊર્જા ઇકોસિસ્ટમ ઊભી કરવાનું છે જેથી એડવાન્સ્ડ અને પ્રીપેઇડ ઇલેક્ટ્રિસિટી મીટર્સ સક્ષમ કરી શકાય. આનાથી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ)ને એગ્રીગેટ ટેક્નિકલ એન્ડ કમર્શિયલ (એટીએન્ડસી) નુકસાન ઘટાડવામાં અને ગ્રાહકોને તેમના ઊર્જા વપરાશમાં તાત્કાલિક આંતરદ્રષ્ટિ પૂરી પાડવામાં મદદ મળશે.

આ પહેલના કેન્દ્રમાં છે Vi Business નું આઈઓટી સ્માર્ટ સેન્ટ્રલ પ્લેટફોર્મ જે લાખો કનેક્ટેડ મીટર્સની વ્યાપક વિઝિબિલિટી અને કંટ્રોલ પૂરો પાડે છે. ભારતમાં સ્માર્ટ મીટર્સ મેનેજ કરવાના પાંચથી વધુ વર્ષોના અનુભવ સાથે Vi Business એ ઉભરતા ઊર્જા ક્ષેત્રે સ્કેલેબલ અને સ્થિતિસ્થાપક સોલ્યુશન્સ ઊભા કરીને એએમઆઈના ક્ષેત્રે તેની નિપુણતા બતાવી છે.

Vi Business એ સમગ્ર વિસ્તારોમાં ઝડપી સ્કેલેબિલિટી અને સરળ ઇન્ટિગ્રેશન સુનિશ્ચિત કરવા માટે સ્માર્ટ મીટર્સના પ્રી અને પોસ્ટ ઓનબોર્ડિંગ માટે સ્ટ્રક્ચર્ડ મેથડોલોજી વિકસાવી છે. ટેલ્કો-ગ્રેડ પ્રોટોકોલ્સ લાગુ કરીને Vi Business યુટિલિટીઝ અને ગ્રાહકો માટે વ્યાપક ડેટા પ્રોટેક્શનની બાંયધરી આપે છે. આ ઉપરાંત કંપની આકરા પ્રી-ડિપ્લોયમેન્ટ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે અત્યાધુનિક આઈઓટી લેબનું સંચાલન કરે છે જે ઝડપી અને વધુ ભરોસાપાત્ર એએમઆઈ રોલઆઉટ્સ સક્ષમ કરે છે.

આ ગતિવિધિ અંગે Vi ના ચીફ એન્ટરપ્રાઇઝ બિઝનેસ ઓફિસર અરવિંદ નેવતિયાએ જણાવ્યું હતું કે અમે સ્માર્ટ મીટર એનર્જી ઇકોસિસ્ટમમાં અગ્રણી છીએ. 2018માં અમે સૌ પ્રથમ સ્માર્ટ મીટર્સ નાખ્યા હતા અને આઈઓટી લેબ જેવી નવીનતા લાવનારા પણ અમે જ પ્રથમ હતા. અમે ઊર્જા નુકસાનને ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા તથા સમગ્ર ભારતમાં ગ્રાહક અનુભવમાં વધારો કરવા માટે 12 મિલિયન સ્માર્ટ મીટર્સ લાગુ કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રતિબદ્ધતા ચાલુ રાખીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.