ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજવાની તૈયારી, ફેડરેશનની ટીમ ગુજરાતની મુલાકાતે

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર રમતગમત માટે ખૂબ ભાર આપી રહી છે. રમતવીરો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ સહિતના કાર્યક્રમો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હવે રમતગમત ક્ષેત્રમાં ગુજરાત આગળ આવી રહ્યું છે.
એટલું જ નહીં ગુજરાતમાંથી અનેક રમતવીરો સતત પ્રતિભાઓ અને ક્ષમતાઓ બહાર આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રમતવીરો માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો ગુજરાતના આંગણે રમાય તો નવાઈ નહીં. મળતી માહિતી અનુસાર આજે આંતરરાષ્ટ્રીય કોમનવેલ્થ ફેડરેશનના સભ્યોએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત મુલાકાત સમયે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી.
મહત્વનું છેકે આગામી કોમનવેલ્થ ૨૦૩૦ માટે ભારત સરકારે સત્તાવાર દાવેદારી નોંધાવી પણ હતી. જેના ભાગ રૂપે આજે ગુજરાતમાં આવેલા કોમનવેલ્થ ફેડરેશન સદસ્યોએ ગુજરાતના પાંચથી છ મોટા સ્થળોની મુલાકાત પણ કરી હતી. જેમાં તેમણે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ રમતગમત મેદાનોની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન ડાયરેક્ટર ઓફ ઓપરેશન સહિત પ્રતિનિધિ વાતચીત કરી હતી. જેમકે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોટ્ર્સ સંકુલ તેમજ રિવરફ્રન્ટ સ્પોટ્ર્સ ક્લબ તેમજ સંસ્કારધામ, મહાત્મા મંદિર ૈંં્ જેવા છ જેટલા મહત્વના સ્થળોની વિઝીટ લીધી હતી.
વિઝીટમાં તેમણે ગુજરાતમાં સ્પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી અંગે ખાસ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કોમનવેલ્થ ફેડરેશને ગુજરાતની ક્ષમતા અને સક્ષમતા અંગે માહિતી મેળવી હતી. ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારીઓ પુરજોશમાં કામગીરી શરૂઆત થઈ ચૂકી છે. આજે કોમનવેલ્થ ફેડરેશને ગુજરાત સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરીને બેઠક યોજી હતી.
જો કે ભારત સરકારે ૧૩ માર્ચે કોમનવેલ્થ ગેમ માટે સત્તાવાર દાવેદારી નોંધાવી છે. મે ૨૦૨૫ ભારતીય પ્રતિનિધિ મંડળ કોમનવેલ્થ ગેમના ફેડરેશનની મુલાકાતે ગયું હતું. હવે ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજાવાની તૈયારી તેજ બની છે. આ કોમનવેલ્થનું ફેડરેશન ગુજરાતની મુલાકાતે લઈને આંકલન કરવામાં આવી રહ્યું છે.