90 ગામના લોકોને મફત સારવાર મળી રહી છે મહુવાના આ હરતાં ફરતાં દવાખાનાથી

મહુવામાં BAPS દ્વારા હરતું ફરતું દવાખાનું શરૂ કરાયું -ફરતું દવાખાનું, આરોગ્ય કેમ્પો અને મોબાઇલ ચેકઅપ વાન જેવી સેવાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે
ભાવનગર, ભાવનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર અને BAPS ચેરિટીઝ દ્વારા મેડિકલ મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. આ સેવા મહુવા અને આસપાસના ૯૦ ગામોમાં મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
આજના સમયમાં આરોગ્ય સેવાઓની વિસ્તૃત જરૂરિયાત ઊભી થઈ છે. દવાઓના ઊંચા ખર્ચ, હોસ્પિટલોની પહોંચ અને માહિતીની અછતને કારણે ઘણા લોકો યોગ્ય સારવાર વિના જ જીવ ગુમાવે છે.
આવી સ્થિતિમાં ફરતું દવાખાનું, આરોગ્ય કેમ્પો અને મોબાઇલ ચેકઅપ વાન જેવી સેવાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરકાર આયુષ્માન ભારત અને ‘મમતા યોજના’ જેવી અનેક યોજનાઓ મારફતે લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે.
મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા તથા બીએપીએસ ચેરિટીઝ સંચાલિત મેડિકલ મોબાઈલ વાન અર્પણ કરવામાં આવી છે. જેમાં હવે મહુવા તથા તેની આસપાસના ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય જન પરિવારને આ આરોગ્યની સુલભ સેવા નિઃશુલ્ક રીતે પ્રાપ્ત થનાર છે
જેમાં નિષ્ણાંત ડોક્ટર તથા તેમના સહાયકો દ્વારા રોગોની તપાસ તથા દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. મોબાઈલ મેડિકલ ક્લિનિક અનેક વ્યક્તિઓ અને પરિવારોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક સારવાર પહોંચાડે છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, જેમાં મ્છઁજી ચેરિટીઝની વિશેષતા છે. આ સંસ્થા પાંચ ખંડોના નવ દેશોમાં કાર્યરત છે. BAS ચેરિટીઝનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય જાગૃતિ, શૈક્ષણિક સેવાઓ, માનવતાવાદી રાહત, પર્યાવરણીય સંરક્ષણ અને જાળવણી તેમજ સમુદાય સશક્તિકરણ દ્વારા નિઃસ્વાર્થ સેવા પ્રદાન કરવાનો છે.