Western Times News

Gujarati News

વરસાદ વેકેશન મોડ પરઃ બફારા ગરમીનું પ્રમાણ વધ્યું

આગામી સાત દિવસ એટલે ૧૩મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી

અમદાવાદ,  ગુજરાતમાં ઓગસ્ટ ચાલે છે પરંતુ વરસાદ વેકેશનના મૂડમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સર્જાયેલી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી સાત દિવસ એટલે ૧૩મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સાતમીથી ૧૩મી ઓગસ્ટ સુધીમાં રાજ્યભરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી સાત દિવસ ક્્યાંય ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, દરિયાઈ સપાટી પરનો મોન્સૂન ટ્રફ હવે ફિરોઝપુર, ચંદીગઢ અને ત્યાંથી પૂર્વ દક્ષિણપૂર્વ તરફ હિમાલયની તળેટીઓ નજીક ઉત્તરપૂર્વ અરુણાચલ પ્રદેશમાં પસાર થયું છે. ગઈકાલે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી કચ્છના ઉત્તરીય ભાગો સુધી પૂર્વ-રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના મધ્ય ભાગમાં દરિયાઈ સપાટીથી ૩.૧ અને ૪.૫ કિમી ઉપર વરસાદ ઓછો થયો છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, સાત અથવા આઠ તારીખથી તાપમાન વધ્યું હતું. તેમાં રાહત મળશે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં તાપમાન આટલું ઊંચું જતું નથી. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જે તાપમાન હોય તે આ મહિનાની શરૂઆતમાં જોવા મળ્યું છે. જોકે, તેમાં એક બે દિવસમાં રાહત મળે તેવી શક્્યતાઓ છે. ઓએલઆર ડાઉન થશે તો હવે છૂટાછવાયા વિસ્તારોમાં વાદળો જોવા મળશે. મિક્સ હવામાન જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થશે.

સામાન્ય રીતે રાજ્યમાં ૨૬થી ૨૯ ડિગ્રી મહત્તમ તાપમાન ચાલી રહ્યું છે. તેમાં એક અથવા બે ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્્યતાઓ છે.
જોકે, હમણાં વરસાદની કોઈ શક્્યતાઓ નથી. હવે પવનની ગતિમાં ઘટાડો થશે. ૭-૮ ઓગસ્ટથી પવનની ગતિમાં ઘટાડો થશે. સામાન્ય રીતે પવનની ગતિ ૧૬થી ૨૦ કિલોમીટરની હતી, તે હવે ઘટીને ૧૨થી ૧૫ કિલોમીટરની થશે. આમ, પવન અને તાપમાનમાં ઘટાડો થવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.