Western Times News

Gujarati News

અમિત જેઠવા જેવા હાલ થશે : સાબરડેરી ભરતી કૌભાંડમાં કરેલ હાઈકોર્ટમાં પિટિશન કરનાર પ્રાંતિજના સામાજિક કાર્યકરને ધમકી 

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડ રજ્જુ તરીકે જોવામા આવે છે  સાબરડેરીમા ડિરેક્ટર તરીકે નવા લોકોને લાભ મોકો આપવામાં આવતો નથી. ડિરેક્ટરો માટે ડેરી દુઝણી ભેંસ બની ગઈ છે. ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર કરીને રૂપિયાની મલાઈ તારવી લેવા માટે જ પદ મેળવવામાં આવે છે. સાબરડેરીની ૧૮૯ વિવિધ જગ્યાઓ માટે ૧૫ થી ૨૫ લાખ રૂપિયા ઉમેદવારો પાસેથી ખંખેરવામાં આવતા હોવાની સાથે મસમોટું ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે આક્ષેપ કર્યા પછી વડાપ્રધાન થી લઈ મુખ્યમંત્રી અને રજિસ્ટ્રારમાં લેખિત રજુઆત કરી હતી બીજીબાજુ પ્રાંતિજના સામાજિક કાર્યકર અનિલ પટેલે પણ સાબરડેરીના ભરતી કૌભાંડમાં હાઈકોર્ટમાં અરજી કરતા સાબરડેરીની ભરતી પ્રક્રિયા ઘોંચમાં પડતા કેટલાક સહકારી અગ્રણીઓના પેટમાં તેલ રેડાયું હતું

સાબર ડેરીના ભરતી કૌભાડમાં હાઈકોર્ટમાં પિટિશન કરનાર સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ધડકણ ગામના અનિલ કુમાર અંબાલાલ પટેલે ડેરીના વાઈસ ચેરમેન અને ડિરેક્ટરોએ ફોન અને અન્ય વ્યક્તિઓ મારફત ધમકી આપીને પીટીશન પરત ખેંચવા ધમકાવ્યા હોવાની લેખિત ફરિયાદ સાબરકાંઠા પોલીસવડા ચૈતન્ય મંડલિકને કરી જણાવ્યું છે કે સાબરડેરી ભરતી કૌભાંડમાં હાઈકોર્ટમાં કરેલી પિટિશન પાછી  ખેંચી લો નહીંતર અમિત જેઠવાના હાઈકોર્ટ સામેના કોમ્પલેક્ષમાં ગોળીબારીથી મૃત્યુ થયું તેમ તમારા પણ તેવા જ હાલ થશે ની ધમકીથી ફફડી ઉઠી અરજી કરીને રક્ષણ અને કાર્યવાહી કરવા માંગ કરી છે

સાબર ડેરીના ભરતી કૌભાંડ મામલે હાઈકોર્ટમાં અરજી કરનાર અનિલ પટેલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને અરજી કરીને ધમકી આપી હોવાની એક લેખિત ફરીયાદ કરી છે. સાબર ડેરીના ભરતી બાબતે રજૂઆત કરતા સાબરડેરીના વાઈસ ચેરમેન અને ડિરેક્ટરોએ મને મારી નખાવવા માટે કાવતરુ રચી મારા પર અચાનક સામાજીક તત્વો દ્વારા હુમલો કરાવે તેવી દહેશત છે. જેથી કરીને માને રક્ષણ આપવામાં આવે અને સાબર ડેરીના વાઈસ ચેરમેન તથા ચાલુ ડિરેક્ટરો સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા 6 વ્યક્તિના નામ જોગ માગ કરી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.