Western Times News

Gujarati News

ટેકનિકલ ખામીને લીધે યુનાઇટેડ એરની ૮૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ

હ્યુસ્ટન, યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા (યુએસ)માં ટેન્કિકલ ખામી સર્જાતા ઉડ્ડયન સેવા પ્રભાવિત થઈ હતી. બુધવારે યુનાઇટેડ એરલાઈન્સે એકાએક ૮૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ કરી દીધી હતી.

આ ઉપરાંત અનેક ફ્લાઈટ્‌સના કાર્યક્રમમાં નોંધપાત્ર વિલંબ થતા યુએસમાં ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી. હ્યુસ્ટન ખાતે આવેલા જ્યોર્જ બુશ ઈન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ જ્યાંથી યુનાઇટેડ એરલાઈન પોતાની કામગીરીનું સંચાલન કરે છે ત્યાં એરપોર્ટ ટર્મિનલ પર હજારોની સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા.

એરલાઈને બાદમાં ફ્લાઈટ રદ કરવા પાછળનું કારણ ડિસપેચ તથા ફ્યુલિંગ સિસ્ટમમાં ટેન્કિકલ આઉટેજ હોવાનું જાહેર કર્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ નિવેદનમાં જણાવ્યું કે, યુનાઇટેડ એરલાઈને ટેન્કિકલ ખામીને પગલે સેવા રદ કરી હોવાનું સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું.એરલાઇને દેશભરમાં ફ્લાઇટોની ઉડાનને સ્થગિત રાખવા એફએએને જણાવ્યું હતું.

આ સમગ્ર મામલે એફએએ નજર રાખી રહ્યું છે. હવાઈ સેવા ખોરવાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પરનો સ્ટાફ પણ અસાધારણ વિલંબ માટે કોઈ જવાબ રજૂ કરી શક્યો નહતો જેથી કેટલાક મુસાફરો અકળાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.