Western Times News

Gujarati News

ઈડી એક ‘ઠગ’ની જેમ વર્તી ન શકે, કાયદાના દાયરામાં રહી કામ કરવું પડશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)નો આરોપીઓને દોષિત ઠેરવવાનો દર નીચો હોવા અંગે સખત નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ઇડી એક ‘ગુનેગાર’ની જેમ કામ કરી શકે નહીં અને તેને કાયદાના દાયરામાં સીમિત રહેશું પડશે.

કોર્ટ ઇડીની છબીથી પણ ચિંતિત છીએ. ૨૦૨૨ના ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતાં જસ્ટિસ સૂર્યકાન્ત, ઉજ્જલ ભુયાન, એન કોટીશ્વર સિંહ એસની બનેલી ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં.

૨૦૨૨ના ચુકાદામાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડની સત્તાઓને સમર્થન અપાયું હતું. કેન્દ્ર અને ઈડી વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ સમીક્ષા અરજીઓનો વિરોધ કર્યાે હતો અને દોષિત ઠેરવવાના નીચા દર માટે વગદાર આરોપીઓની વિલંબિત યુક્તિઓને જવાબદાર ગણાવી હતી.

રાજુએ જણાવ્યું હતું કે વગદાર ગુનેગારો કાર્યવાહીને લંબાવવા માટે વિવિધ તબક્કે અરજીઓ દાખલ કરવા માટે વકીલોની એક ટીમનો ઉપયોગ કરે છે અને કેસના તપાસ અધિકારી તપાસ માટે સમય ફાળવવાને બદલે એક કે બીજી અરજી માટે કોર્ટમાં દોડતા રહે છે.

ન્યાયાધીશ ભૂયાને જણાવ્યું હતું કે તમે એક ગુનેગારની જેમ કામ ન કરી શકો. તમારે કાયદાના દાયરામાં રહીને કામ કરવું પડશે. મેં મારા એક ચુકાદામાં અવલોકન કર્યું છે કે ઈડીએ છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ૫,૦૦૦ કેસ દાખલ કર્યા છે, પરંતુ દોષિત ઠેરવવાનો દર ૧૦ ટકાથી ઓછો છે.

તેથી જ અમે આગ્રહ રાખીએ છીએ કે તમે તમારી તપાસમાં સુધારો કરો, કારણ કે તે વ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત છે. અમે ઈડીની છબી વિશે પણ ચિંતિત છીએ.

૫-૬ વર્ષની ન્યાયિક કસ્ટડીના અંતે જો લોકો નિર્દાેષ છૂટી જાય, તો આન માટે જવાબદાર કોણ રહેશે?જસ્ટિસ કાંતે જણાવ્યું હતું કે આ તમામ સમસ્યાઓનો જવાબ ટાડા અને પોટા કોર્ટ જેવી વિશેષ કોર્ટાેમાં છે અને પીએમએલએ કોર્ટાે દૈનિક કાર્યવાહી કરી શકે છે, જેના પરિણામે કેસોનો ઝડપી નિકાલ છઈ શકે છે.

હા, વગદાર આરોપીએ આવી કોર્ટમાં પણ સંખ્યાબંધ અરજીઓ કરી શકે છે, પરંતુ આરોપીઓ અને તેમના વકીલો જાણે છે કે રોજિંદા સુનાવણી થતી હોવાથી તેમની અરજીનો નિર્ણય બીજા દિવસે જ આવી જશે.

આપણે તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખી શકીએ નહીં. હું એક મેજિસ્ટ્રેટને જાણું છું જેને એક દિવસમાં ૪૯ અરજીઓનો નિર્ણય લેવો પડે છે અને દરેક અરજીમાં ૧૦-૨૦ પાનાનો આદેશ પસાર કરવો પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.