Western Times News

Gujarati News

વેજલપુરમાંથી વધુ એક વાર બોગસ ચલણી નોટો સાથે મહિલા ઝડપાઇ

અમદાવાદ, ફરી એક વખત અમદાવાદમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાનું ષડયંત્ર પોલીસે ખુલ્લુ પાડ્યું છે. એસઓજીના ઇન્સ્પેક્ટર વી.એચ.જોષી અને એફ.એન. બેલીમે વેજલપુર સાવન હોલ પાસેથી એક મહિલાને રૂપિયા ૫૦૦ના દરની ૨૭ બનાવટી નોટો સાથે ઝડપી લીધી હતી. પૂછપરછમાં તેને કેટલાક લોકોએ આ નોટો બજારમાં ફરતી કરવા માટે આપી હતી.

પોલીસે હાલ આ તત્ત્વોને ઝડપી લેવાની કવાયત આદરી છે. બીજી તરફ એક જ સિરીઝ નંબરની ત્રણ -ત્રણ નોટો મળી આવતાં આ નોટો ક્યાંથી દેશમાં ઘૂસાડવામાં આવતી હતી તેની પાણ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુનેગારોને ઝડપી લેવા માટે ખાસ કવયાત શરૂ કરી છે. ત્યારે જ એસઓજીના ઇન્સ્પેક્ટર જોષી તથા બેલીમને માહિતી મળી હતી કે એક મહિલા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરી રહી છે. જેને પગલે પોલીસે વેજલપુર જઇને આ મહિલાને ઝડપી લીધી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ સમરા સમીરખાન રહેમાન પઠાણ (રહે. જિન્નત રેસિડેન્સી, ફતેવાડી કેનાલ પાસે, વેજલપુર) હોવાનું જણાવ્યું હતું. મહિલા પાસેથી પોલીસને ૫૦૦ના દરની ૨૭ બનાવટી નોટો મળી આવી હતી.

બનાવટી નોટો ક્યાંથી લાવવામાં આવતી હતી જે અંગે પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે આ નોટો તેને સ્થાનિક વિસ્તારના કેટલાક લોકો આપતા હતા. બજારમાં બનાવટી નોટો ફરતી કરવા બદલ તેને કમિશન મળતું હતું. પોલીસે હવે દેશમાં બનાવટી નોટો ફરતી કરનાર તત્ત્વોને ઝડપી લેવા કવાયત આદરી છે. બીજી તરફ આ બનાવટી ચલણી નોટો કેવી રીતે દેશમાં ઘૂસાડવામાં આવી રહી છે.

તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે જે બનાવટી ચલણી નોટો કબજે લીધી હતી તે પૈકી ઘણી નોટોના તો સિરીઝ નંબર પર પણ એક જ હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.