ઈન્સ્ટાગ્રામ પર સગીરાના ફોટા અપલોડ કરનારા એક તરફી પ્રેમી સામે ફરિયાદ

અમદાવાદ, બાપુનગરમાં સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવાનો કડવો અનુભવ સગીરાને થયો છે. મિત્ર યુવક સગીરાને તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપી સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ કંટાળીને યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા પાગલ પ્રેમી ઈન્સ્ટાગ્રામમાં સગીરાના ફોટોગ્રાફ અપલોડ કરી દીધા હતા.
આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બાપુનગરમાં રહેતા ૪૦ વર્ષીય પિતાએ સગીર દીકરીને ત્રણ વર્ષ સુધી બ્લેકમેઈલ અને બદનામ કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી હતી. બાદમાં તેના ફોટોગ્રાફ માગીને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. સગીરાએ યુવકનો નંબર બ્લોક કરીને તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા યુવકે સગીરાના નામથી ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું અને તેમાં તેના ફોટાગ્રાફ અપલોડ કરી દીધા હતા.
પાગલ પ્રેમી સગીરાને મળવા દબાણ કર્યા કરતો હતો. ગભરાયેલી સગીરા યુવકને ગાર્ડનમાં મળવા માટે પહોંચી ત્યાં યુવકે તેના ફોટા પાડયા હતા.
ત્યારબાદ સગીરાએ યુવક સાથે બોલવાનું ઓછું કરી દેતા યુવકે ફરી ફોટોગ્રાફ અપલોડ કરવાની ધમકી આપી વાતચીત કરવા કહ્યું હતું. સગીરાના પિતાને સંબંધી મારફતે આ મામલે જાણ થઇ ત્યારે યુવકે હું તેને પ્રેમ કરું છું કહી સગીરાના પિતા સાથે તકરાર કરી હતી. સગીરના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS