Western Times News

Gujarati News

જો તમારે કામ કરતાં રહેવું હોય તો યુવાન દેખાવું પડશે: વિદ્યા બાલન

મુંબઈ, વિદ્યા બાલનની ગણતરી ઇન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસમાં થાય છે. છેલ્લાં થોડાં વખતથી તેણે વજન ઘટાડ્યું હોવાની ઘણી ચર્ચા છે. તેણે કેટલાંક ઇન્ટરવ્યુમાં વાત પણ કરી છે કે તેણે માત્ર યોગ્ય ખોરાક અને ગેસ ન થાય એવું ભોજન લઇને શરીરમાંથી નોંધપાત્ર વજન ઘટાડ્યું છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું કે એક વખત તેને ફિલ્મના હિરો કરતાં નાના દેખાવા માટે વજન ઓછું કરવા કહેવાયું હતું.વિદ્યા બાલને શાહિદ કપૂર સાથે અઝીઝ મિર્ઝાની ફિલ્મ ‘કિસ્મત કનેક્શન’માં કામ કર્યું હતું.

એ વખતનો અનુભવ યાદ કરતાં વિદ્યાએ કહ્યું કે તેને શાહિદથી નાના દેખાવા માટે વજન ઘટાડવા કહેવાયું હતું. વિદ્યાએ કહ્યું, “મેં કિસ્મત કનેક્શન કરી એ પહેલાં, કોઈએ મને કોલ કર્યાે હતો અને કહ્યું હતું કે શાહિદ તારાથી બે વર્ષ નાનો છે. તને એની સામે કાસ્ટ કરવામાં આવી રહી છે. તેથી તારે વજન ઘટાડવું પડશે અને તારે એનાથી પણ નાનું દેખાવું પડશે.

પરંતુ હવે દુનિયા બિલકુલ એ સમય કરતાં ઘણી બદલાઈ ગઈ છે.”એ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી પણ નહોતી, પરંતુ તેનું મ્યુઝિક ઘણું લોકપ્રિય થયું હતું. હાલ શાહિદ કપૂર ૪૪ વર્ષનો છે અને વિદ્યા તેનાં કરતાં બે વર્ષ મોટી છે.

વિદ્યા બાલનની વેઇટ લોસ જર્નીની વાત કરવામાં આવે તો, તેણે વધુ પોષણયુક્ત આહાર લેવા અને વાયુ કરે તેવા આહારથી બચવાની વાત કરી હતી. ચેન્નઇનું અમુરા નામનાં એક ગ્›પે તેને કસરત બંધ કરીને આ પ્રકારનું ડાયેટ અપનાવવા કહ્યું હતું. તેને માફક ન આવતું હોય એ બધું જ ખાવાનું તેણે બંધ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.