મૃણાલ ઠાકુર અને ધનુષના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા

મુંબઈ, છેલ્લાં કેટલાંક દિવસોથી અનેક લોકોની નજર ધનુષ અને મૃણાલ ઠાકુર પર છે. તે બંને એકબીજાને ડેટ કરતાં હોય એવી ચર્ચા પૂર જોશમાં છે. મૃણાલ ઠાકુરની તાજેતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સન ઓફ સરદાર’ની એક ઇવેન્ટમાં જ્યારે ધનુષ મૃણાલના મહેમાન તરીકે હાજર રહ્યો અને પછી ફરી વખત મૃણાલની બર્થ ડે પાર્ટીમાં પણ તે દેખાયો તેથી આ ચર્ચાઓ શરૂ થઈ છે.
ત્યારથી ફૅન્સ તેમની દરેક બાબત અને દરેક સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખીને બેઠાં છે. તેમાં પણ હવે મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર ધનુષની બંને બહેનો ડૉ.કાર્તિકા કાર્તિક અને વિમલા ગીતાને ઇન્સ્ટાર્ગ્રામ પર ફોલો કર્યાં અને તેમણે પણ મૃણાલને ફોલો કરી પછી આ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કેટલાંક સુત્રો દ્વારા પણ તેમની વચ્ચે કશુંક ચાલતું હોય એવા અહેવાલો આવે છે, સાથે જ કેટલાંક લોકો આ બંને એકબીજાના હાથમાં હાથ નાથીને જોવા મળ્યાં હોવાની સાક્ષી પણ પુરે છે. બીજી તરફ ધનુષના તેની બહેનો સાથે ઘણા નજીક અને ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે. તેની બેહનો કાર્તિકા અને વિમલા બંને ડોક્ટર છે અને બંને સોશિયલ મીડિયા પર પણ ઘણાં એક્ટિવ રહે છે.
એવા પણ અહેવાલો છે કે ધનુષ લગભગ બે મહિને તો તેની બહેનોને મળે જ છે. થોડાં વખત પહેલાં ધનુષે તેની બંને બહેનો સાથે પોતે ૬ વર્ષનો હતો ત્યારનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાે હતો. સાથે તેણે એવું પણ લખ્યું હતું કે પરિવાર સાથએ સમય વિતાવવો એ કોઈ પણ વ્યક્તિની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.
રસપ્રદ વાત એ પણ છે કે મૃણાલ આ બધાંને ફોલો કરે છે, તે બાબતે શરૂઆતમાં તો કોઈને ધ્યામાં આવ્યું નહીં. પરંતુ આ વાતથી તેમના ફૅન્સને લાગે છે કે આ સંબંધ એટલો આગળ વધી ગયો છે કે ધનુષે પરિવાર સાથે મૃણાલની મુલાકાત પણ કરાવી દીધી છે. જોકે, તેમના સંબંધ અંગે કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન મળ્યું નથી. છતા કેટલાંક સુત્રોના જણાવ્યા અનુસાર,“હા એ લોકો ડેટ કરી રહ્યા હોવાની વાત સાચી છે.
પરંતુ હજુ આ સંબંધ ઘણો નવો છે અને તેઓ તેમના સંબંધને હજુ સોશિયલ મીડિયા પર કે જાહેરમાં ખુલીને સ્વીકારવા માગતા નથી. તેઓ જાહેરમાં વિવિધ જગ્યાએ એકસાથે લોકોને જોવા મળે એવું પણ ઇચ્છતા નથી. તેમના મિત્રો તેમના માટે ખુશ છે, એમને લાગે છે કે ધનુષ અને મૃણાલ એકબીજા માટે ઘણા સરખાં છે, તેમનાં મુલ્યો અને સિદ્ધાંતો તેમજ વિચારો મળતાં આવે એવા છે.”SS1MS