વૈભવી જીવન છોડી ગામમાં જઇને વસી ગઇ જેકી શ્રોફની દીકરી

મુંબઈ, જેકી શ્રોફની દીકરી કૃષ્ણા બાળપણથી જ વૈભવી જીવન જીવે છે પરંતુ પોતાની લિમિટ્સને પુશ કરવા તે રિયાલિટી શો છોરીયા ચલી ગાંવમાં આવી છે. આ શા માં કૃષ્ણા જે ફેમિલી સાથે રહે છે, તેની તે ફેવરેટ દીકરી બની ચૂકી છે.
પરંતુ ગામની દેશી લાઈફમાં એડજસ્ટ કરવામાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે કૃષ્ણા પરેશાન થઈ જાય છે. પેટ સાફ ન થવાના કારણે તે કોઈ કામ નથી કરી શકતી. તે સરખી રીતે ખાઈ પણ નથી શકતી. કૃષ્ણા કહે છે કે ‘જ્યાં સુધી મારું પેટ સાફ ન થઈ જાય ત્યાં સુધી મારી બોડી આવી રીતે ફંકશન ન કરી શકે.
હું હવે એક પણ અનાજનો દાણો ન ખાઈ શકું. હું પરેશાન થઈ ગઈ છું. હું કંઈ નથી કરી શકતી.’ઘરમાં ભુજીયા સેવ બને છે પરંતુ કૃષ્ણા તે પણ નથી ખાઈ શકતી.
સ્ટાર કિડની આવી હાલત જોઈને ગામની મહિલા રડવા લાગે છે. તે કૃષ્ણાને સમજાવે છે કે તું દવા ખાઈને સ્વસ્થ થઈ જઈશ. કૃષ્ણા મહિલાને રડતા જોઈને તેને ભેટી પડે છે અને કહે છે કે ‘આન્ટી તમે રડશો નહીં. તમે દિલના ખૂબ જ સાચા છો. હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. હું નથી ઈચ્છતી કે તમને ખરાબ ફીલ થાય. કારણ કે તમારા કારણે કંઈ નથી થયું.
મારુ સ્ટ્રીક્ટ રૂટીન છે અને જો હું તેને ફોલો ન કરું તો મારું દિમાગ ખરાબ થઈ જાય છે. હું જે પ્રકારનું ફૂડ ખાઉં છું તે ખૂબ જ અલગ છે. મને માફ કરી દો તમે મારા કારણે રડ્યા. મને આનાથી ખૂબ જ દુઃખ પહોંચ્યું છે.’ ઉર્ફી જાવેદની બહેન ડોલી પણ શા માં ઈમોશનલ થઈ જાય છે. હજુ તો હસીનાઓ ગામ આવી તેના માત્ર બે જ દિવસ થયા છે ત્યાં તો તેમની હાલત ખરાબ થઈ ગઈ છે.SS1MS