બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશન પર ઉભી રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની મોસમ રક્ષાબંધનના દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 04828/04827 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ [2 ફેરા]
ટ્રેન નં. 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ સોમવાર, 11 ઓગસ્ટ, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર,10 ઓગસ્ટ, 2025 ના રોજ ભગત કી કોઠીથી 14:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 04828 નું બુકિંગ 9 ઓગસ્ટ, 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.