AAPનો અમરેલી જિલ્લાનો સહમંત્રી નેતા નીકળ્યો સરકારી અનાજનો અસલી ચોર

રજાક પરમાર ગોપાલ ઈટાલિયા સાથે જ ફરે છે- અમરેલી જિલ્લાના આપના સહ મંત્રી રજાકભાઈ પરમાર જ ચોર નીકળ્યાઃ
વિસાવદર, જેતલવાડ અનાજ સગેવગે થતો હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો. જેમાં અમરેલી જિલ્લાના આપના સહ મંત્રી રજાકભાઈ પરમાર જ ચોર નીકળ્યા છે. રજાકભાઈ પરમાર ગોપાલ ઈટાલિયાના પ્રચારમાં પણ સામેલ હતા. રજાકભાઈ પરમાર પાસેથી ૩ લાખ ૪૦ હજારની કિંમતનો જથ્થો પકડાયો છે.
મહત્વનું છે કે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અનાજ સગેવગે થતો હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ તેમના જ નેતા ચોર નીકળ્યા છે…
ગોપાલ ઈટાલિયા દ્વારા વિસાવદર ખાતે અનાજ ગોટાળા અંગે કરેલ આંદોલનનો મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, સરકારી અનાજ ચોર આમ આદમી પાર્ટીના જ નેતા નીકળ્યા છે.
જેતલવાડ અનાજ સગેવગે થતો હોવાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો. સરકારે અનાજ ચોરીની તપાસ કરતા અનાજ ચોર આપના નેતા નીકળ્યા. અનાજ ચોર રજાકભાઈ જુસાભાઈ પરમાર છે. જે અમરેલી જિલ્લાના આપના સહ મંત્રી છે. રજાકભાઈ પરમાર ગોપાલ ઈટાલિયા સાથે જ ફરે છે. ગોપાલ ઈટાલિયાના ચૂંટણી પ્રચારમાં પણ રજાકભાઈ સાથે હતા. રજાકભાઈ પરમાર પાસેથી ૩ લાખ ૪૦ હજારની કિંમતનો જથ્થો પકડાયો છે.
તારીખ ૧ ઓગસ્ટના રોજ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગોપાલ ઇટાલિયા (વિસાવદર ધારાસભ્ય) અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની માંગ સાથે ધરણા પર બેસ્યા હતા. જે સસ્તા અનાજની દુકાનો છે તે ભાજપના લોકો દ્વારા ચલાવવામાં આવે છે તથા તંત્ર પણ સામેલ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મામલતદાર દ્વારા તપાસ આપવાની ખાતરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા જેની વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવેલ હતા તેવી દુકાનો ખાતે તપાસ કરવામાં આવી હતી.
તારીખ ૫ ઓગસ્ટના રોજ વિસાવદર તાલુકાના જેતલવડ ખાતે તંત્ર તપાસ કરવા ટીમ પહોંચી હતી. જે દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશસાવલિયા પોતાના કટ્ઠષ્ઠીર્હ્વાર્ એકાઉન્ટ ૐટ્ઠિીજર જટ્ઠvટ્ઠઙ્મૈઅટ્ઠ થી લાઈવ થયા હતા. જેતલવડ ગામની અનાજની દુકાનનું લાઇસન્સ જે વ્યક્તિના નામે હતું તેણે તેનો તમામ જથ્થો આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી મંત્રી રજાકભાઈ જુસફભાઈ પરમારના ઘરે રાખવામાં આવ્યું હતું. જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગયા હતા. જ્યાં ૪૮ જેટલા અનાજના કટ્ટાનો સ્ટોક આમ આદમી પાર્ટીના કાર્યકરના ઘરેથી મળેલ હતો
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મનરેગામાં ચાલતા ભ્રષ્ટાચાર બાદ હવે સરકારી અનાજમાં થઈ રહેલી કાળાબજારીનો મુદ્દો ઉપાડ્યો છે. ત્યારે તેમણે અનાજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન બહાર મોરચો માંડ્યો હતો.
સરકારી અનાજના થઈ રહેલા કાળાબજાર મામલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પોલીસ સ્ટેશને ૧ ઓગસ્ટના રોજ રાતે ધામા નાંખ્યા હતા. ઈટાલિાયએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માગ કરી હતી.