Western Times News

Gujarati News

ગુજરાત ATSએ બોગસ વિઝા બનાવીને લોકોને છેતરતી ગેંગના 4 ને ઝડપ્યા

8.50 લાખ લઈને લક્ઝમબર્ગના બે મહિનાના બિઝનેસ વિઝા એક વ્યક્તિને અપાવ્યા હતા- આ વિઝાનું કામ મનીષ પટેલ મુંબઈના તબરેજ કશ્મીરી પાસે કરાવતો હોવાનું બહાર આવ્યું હતું

(એજન્સી) અમદાવાદ, બોગસ સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્‌,ને આધારે વિઝા ઈશ્યુ કરતી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ પર ગુજરાત એટીએસની ટીમ સર્વેલન્સ રાખી રહી હતી. જેમાં કેટલાક શખ્સોએ લોકોને લક્ઝમબર્ગ તથા અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જેને આધારે પોલીસે તપાસ કરતા ગાંધીનગરમાં રહેતા મયંક જીતેન્દ્ર ભારદ્વાજ, અમદાવાદના તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર, મનીશ હરગોવનભાઈ પટેલ તથા તબરેજ ગુલામ રસુલ કશ્મીરી તથા તેમના મળતીયાઓએ બોગસ વિઝા બનાવી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.

બાદમાં પોલીસે મયંક ભારદ્વાજ અને તેજેન્દ્ર ગજ્જરને નોટીસ આપીને એટીએસની ઓફિસે બોલાવ્યા હતા. પુછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે મનીષ પટેલ મારફતે ભાવસાર હિમાંશુભાઈ રમેશચંદ્ર પાસેથી રૂ.૯,૫૦,૦૦૦ લઈને લક્ઝમબર્ગના તા.૧૨.૫.૨૦૨૫થી ૯.૮.૨૦૨૫ સુધીના વિઝા અપાવ્યા હતા. તે સિવાય પટેલ અર્ચિત સંજયભાઈ પાસેથી રૂ.૮,૫૦,૦૦૦ લઈને તેમને ૧૨.૫.૨૦૨૫થી ૯.૮.૨૦૨૫ સુધીના વિઝા અપાવ્યા હતા.

પટેલ નિલેષ વિરાભાઈ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦ લઈને તેને પણ લક્ઝમબર્ગના ૫.૬.૨૦૨૫થી ૨.૯.૨૦૨૫ સુધીના વિઝા અપાવ્યા હતા. ઉપરાંત પરમાર સંજય જ્યંતીભાઈ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦ લઈને લક્ઝમબર્ગના ૫.૬.૨૦૨૫થી ૨.૮.૨૦૨૫ સુધીના વિઝા અપાવ્યા હતા.

જ્યારે સોકરીવાલ કૃણાલ વિજેન્દ્રસિંગના લક્ઝમબર્ગના ૨.૬.૨૦૨૫થી ૩૦.૮.૨૦૨૫ સુધીના વિઝા અપાવ્યા હતા. આ વિઝાનું કામ મનીષ પટેલ મુંબઈના તબરેજ કશ્મીરી પાસે કરાવતો હોવાનું બહાર આવ્યું હતું

ઉપરોક્ટ ભાવસાર હિમાંશુ, અર્તિત પટેલ, પટેલ નિલેશ વિરાભાઈ અને પરમાર સંજય જ્યંતીભાઈ તથા સોકરીવાલ કૃણાલે લક્ઢમબર્ગના વિઝાની કાઈ કરવા માટે તપાસ કરાવતા લક્ઝમબર્ગ એમ્બેસી તરફથી ઉપરોકત તમામ શખ્સોના વિઝા સાચા ન હોવાનું તથા ન્યુ દિલ્હીની લક્ઝમબર્ગની ઓફિસ તરફથી ઈશ્યુ કરવામાં આવ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તે સિવાય આ શખ્સોએ અગાઉ શોર્ટ ટર્મ(બિઝનેસ) વિઝા મેળવવા એપ્લિકેશન કરી હતી જેના જોબ ઓફર ડોક્યુમેન્ટ ખોટા જણાતા આવતા વિઝા અરજીઓના મંજુર કરવામાંઆવી હતી.તે સિવાય આરોપીઓના મોબાઈલ ફોનમાંથી જાણવા મળ્યું હતું કે તેમણે આ ઉપરાંત ૩૯ જણાને પણ લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવી આપેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.