હાઈ-ટેક જુગારનો પર્દાફાશઃ ફોનથી પત્તા સ્કેન થાય અને કોણ જીતશે તે ખબર પડી જાય

રાજકોટ ક્રાઇમ બ્રાંચના દરોડામાં 4,260 પ્લેઇંગ કાર્ડ્સ કબ્જે; એપ્લિકેશન દ્વારા જીતનારની તરત ઓળખ થતા જુગારનો ફાયદો લેવાતો હતો.
રાજકોટ, ગુજરાત: શહેરમાં જુગારના ખેલને ટેકનોલોજીનો આધાર આપતી ચોંકાવનારી કિસ્સો સામે આવ્યો છે. એસીપી ક્રાઇમએ જણાવ્યું કે દરોડા દરમ્યાન પોલીસે આરોપીના નિવાસ સ્થાનમાંથી વિવિધ કંપનીઓના 4,260 પ્લેઇંગ કાર્ડ્સ કબ્જે કર્યા છે, જેની કિંમત રૂ. 2,13,000 થાય છે.
આ કાર્ડ્સમાં એવી ખાસ ટેકનિક છે કે તેને જો સેન્સરવાળા સ્માર્ટફોનની પાસે મૂકવામાં આવે, તો આખો ડેક સ્કેન થઈ જાય છે. રમતમાં દાવ લગાવ્યાની ક્ષણે ફોનની એપ્લિકેશન તરત જ કહી દે છે કે કોણ જીતશે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ રીત દ્વારા ખેલાડીઓ પહેલા જ જીતનારની ભાળ મેળવી જુગારની દિશા બદલી શકતા હતા. હાલ પોલીસે તમામ સામગ્રી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot, Gujarat: ACP Crime Bharat Basia says, “…When we conducted a raid at his house, we found multiple sets of playing cards from different companies, totaling 4,260 cards, valued at ₹2,13,000. The special feature of these cards is that if they are placed next to a phone… pic.twitter.com/odgJssckJc
— IANS (@ians_india) August 8, 2025
એસીપી ક્રાઇમ દ્વારા જણાવ્યા મુજબ, પોલીસે શહેરમાં ગેરકાયદેસર જુગાર સંબંધી મોટી કાર્યવાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, “જ્યારે અમે આરોપીના ઘરે દરોડો પાડ્યો ત્યારે અલગ-અલગ કંપનીઓના કુલ 4,260 પ્લેઇંગ કાર્ડ્સ મળ્યા, જેની કુલ કિંમત રૂ. 2,13,000 થાય છે. અધિકારીએ પત્રકારો સમક્ષ આખું કૌભાંડ કેવી રીતે થતું હતું તેનું ડેમોન્સ્ટ્રેશન આપ્યુ હતું.
આ કાર્ડ્સની ખાસિયત એવી છે કે જો તેને ખાસ સેન્સર ધરાવતા મોબાઇલ ફોનની બાજુમાં મૂકવામાં આવે, તો આખો ડેક ફોન દ્વારા સ્કેન થઈ જાય છે. જ્યારે કોઈ ખેલાડી દાવ લગાવે અથવા હાથ રમે, ત્યારે ફોનની અંદરની એપ્લિકેશન તરત જ બતાવે છે કે કયો ખેલાડી જીતવાની શક્યતા ધરાવે છે.”
પોલીસે આ ઘટનામાં ગેરકાયદેસર જુગાર માટેના ટેકનોલોજી આધારિત ઉપકરણો જપ્ત કર્યા છે અને આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.