જમાલપુર બ્રિજ નીચે ટ્રાફિકજામની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહિમામ

Google maps
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક જામ ની સમસ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે તેના માટે તંત્ર એ ગંભીરતાપૂર્વક વિચારવું પડશે કારણ કે અમદાવાદમાં ઉતરોતર વસ્તીમાં વધારો થઈ રહ્યો છે
ગુજરાતની આસપાસના રાજ્યોમાંથી લોકો હવે અમદાવાદ સુરત જેવા શહેરોને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે વધતી જતી વસ્તી અને વધતા જતા વાહનોની વચ્ચે ટ્રાફિક સેન્સના અભાવ તથા પૂરતા બંદોબસ્ત વિના ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે તેમ છે
અમદાવાદ શહેરમાં અમુક ચોક્કસ સ્થળો ઉપર ટ્રાફિક ની સમસ્યા લગભગ દિવસ દરમિયાન જોવા મળે છે શહેરના શાકભાજીના મુખ્ય બજાર ગણાતા જમાલપુર બ્રિજ નીચે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા રૂપ બની રહી છે
અહીંયા એક તરફ શાકભાજી વાળા , પાથરણા વાળા તથા ઓટો રીક્ષા ચાલકો એક જ સ્થળે નાની એવી જગ્યામાં ઊભા રહેતા હોવાને કારણે ત્યાંથી નીકળવું વાહનચાલકોને તો ઠીક પરંતુ રાહદારીઓને પણ મુશ્કેલ થઈ રહ્યું છે સતત વાહનોની અવરજવર વાળા આ બ્રિજની આસપાસ ટ્રાફિકને લઈને અવારનવાર જામની સમસ્યા સર્જાય છે સાંજના સમયે તો ટ્રાફિક માંથી વાહન નીકાળવું મુશ્કેલ બની જાય છે
ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ બ્રિજની નીચે કશું ઠેકાણા લાયક નથી તેઓ દ્રશ્ય જોતા કહી શકાય છે ગંદકી અને ટ્રાફિક ના કારણે શાકભાજી ખરીદવા વાળા ને તો પારાવાર કઠિનાઈ નો સામનો કરવો પડે છે તો ત્યાંથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને વાહન નીકાળવું કાઠું પડી જાય છે
અલબત્ત ત્યાં થી રાહદારીઓને પસાર થવું મુશ્કેલ એટલા માટે પડે છે કે ત્યાંથી નીકળતા વાહન ચાલકો પણ ટ્રાફિક માંથી નીકળવા માટે બેફામ ડ્રાઇવિંગ કરતા ઘણી વખત નજરે પડે છે એમ તો નાના મોટા અકસ્માતો પણ થતા હશે પરંતુ ઓવર ઓલ જમાલપુર બ્રિજ નીચે ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે કંઈ ખાસ વિચારણા તંત્રએ કરવી પડશે