યુએસમાં ગેરકાયદે પ્રવાસીઓ પર સકંજો વસતી ગણતરી કરાવવા ટ્રમ્પનો આદેશ

નવી દિલ્હી, અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓને ભીંસમાં લેવા માટે નવા પ્રયાસના ભાગરૂપે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં જલદી વસ્તી ગણતરી કરાવવા માટે આદેશ કર્યાે છે.
આ આદેશમાં ટ્રમ્પે કહ્યું કે, આ પ્રક્રિયામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે કોઈ પણ ગેરકાયદે પ્રવાસીની ગણતરી થાય નહીં. જાણવાની વાત એ છે કે નિયમ મુજબ દેશમાં ૨૦૩૦માં વસતી ગણતરી થવાની છે.
પરંતુ ટ્રમ્પે તેને અગાઉ શરૂ કરી દેવાનો આદેશ કરી દીધો છે. તેમના આ વધુ એક તઘલખી નિર્ણય સામે અમેરિકામાં વિરોધ થઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોક્કસ વસતી ગણતરીના આદેશ આપીને ટ્›થ સોશિયલ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, મેં વાણિજ્ય વિભાગને સૂચના આપી છે કે એ આધુનિક તથ્યો અને આંકડા પર આધારિત સૌથી મહત્વપૂર્ણ વાત, ૨૦૨૪ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી પ્રાપ્ત પરિણામો અને સૂચનાઓનો ઉપયોગ કરીને, એક નવી અને ખૂબ ચોકક્સ વસ્તી ગણતરી પર તરત કામ શરકરો.
આ સાથે ટ્રમ્પે કહ્યું કે, જે લોકો આપણા દેશમાં ગેરકાયદે રહી રહ્યા છે, તેમની ગણતરી કરવામાં આવે નહીં.ઉલ્લેખનીય છે કે, અમેરિકાના બંધારણ મુજબ દેશમાં પ્રતિ ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. નિયમો મુજબ આ દરમિયાન રાજ્યના તમામ વ્યકતિઓની ગણતરી કરવામાં આવે છે.
એમાં દેશમાં ગેરકાયદે રહેતા લોકો પણ સામેલ છે. અમેરિકામાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૩માં થવાની છે. જોકે, ટ્રમ્પે અચાનક વસ્તી ગણતરી કરાવવાનો આદેશ કરી દીધો છે. હજુ એ સ્પષ્ટ થયું નથી કે ટ્રમ્પે જે વસ્તી ગણતરી પર ચર્ચા કરી, એ દેશવ્યાપી વસ્તી ગણતરીની પ્રક્રિયા છે કે ટ્રમ્પ કોઈ સર્વેની વાત કરી રહ્યા છે.
આ પહેલા ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં પણ આ પ્રકારના પગલાં ભરવાની કોશિશ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી હતી.
ટ્રમ્પે નવી વસ્તી ગણતરીની માંગ એવા સમયે કરી છે જ્યારે અમેરિકામાં ૨૦૨૬માં યોજાનાર મિડ-ટર્મ ચૂંટણીની તૈયારી શરૂ થઈ છે.પેલેસ્ટેનિયનોનાં મોત થયા હોવાના હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે કર્યાે હતો.SS1MS