ગાઝામાં લશ્કરી નિયંત્રણની યોજાનાને ઈઝરાયેલ સુરક્ષા કેબિનેટની લીલીઝંડી

જેરુસલેમ, ઈઝરાયેલી સુરક્ષા કેબિનેટે ગાઝામાં હમાસના વર્ચસ્વનો ખાતમો બોલાવવાના ઉદ્દેશ સાથે ગાઝા શહેર પર લશ્કરી નિયંત્રણના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની યોજનાને મંજૂરી આપી દીધી છે.
આ સાથે જ ગાઝા પર ઈઝરાયેલના લશ્કરી દળો હુમલાઓ વધારે તેવી પ્રબળ સંભાવના છે. ઈઝરાયેલ પાંચ મુદ્દાના લક્ષ્ય સાથે ગાઝા પર લશ્કરી નિયંત્રણ મેળવવાને પ્રાથમિકતા આપી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયેલમાં સરકાર વિરોધી દેખાવોમાં વધારો થયો છે. ગાઝામાં રહેલા ઈઝરાયના બંધકોને મુક્ત કરાવવા તેમજ યુદ્ધનો અંત લાવવાની માંગ સાથે અનેક લોકો રસ્તા પર ઉતર્યા છે. હમાસ પાસે ઈઝરાયેલના ૫૦થી વધુ લોકો બંધક છે. જેમની સ્થિતિ અત્યંત દયનિય હોવાનો ઘટસ્ફોટ હાલમાં એક વીડિયોમાં થયો હતો.સરકારનો નોંધપાત્ર વિરોધ થઈ રહ્યો છે.
યોજના પાંચ મુખ્ય સિદ્ધાંતો ધરાવે છે. જેમાં હમાસને નિઃશસ્ત્ર કરવું, તમામ બંધકોની વાપસી, ગાઝામાં લશ્કરીકરણ, ઈઝરાયેલનું ગાઝા પર સુરક્ષા નિયંત્રણ અને ત્યાં હમાસ અથવા પેલેસ્ટેનિયન સત્તા ના હોય તેવું વહિવટીતંત્ર સ્થાપવાને પ્રાથમિકતા અપાઈ છે.
ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (આઇડીએફ) નાગરિકોને યુદ્ધ ક્ષેત્ર બહાર અન્ન પુરવઠો પૂરો પાડવાનું ચાલુ રાખશે અને ગાઝા પર નિયંત્રણની કવાયત શરૂ કરશે.SS1MS