બાંકે બિહારી મંદિર: અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે વૃંદાવનમાં ઐતિહાસિક બાંકે બિહારી મંદિર અંગે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા આદેશ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ઉત્તરપ્રદેશ સરકાર વિરુદ્ધ અસંયમિત ભાષાના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતાં.
સર્વાેચ્ચ અદાલતે હાઇકોર્ટના અવલોકન પર સ્ટે પણ મૂક્યો હતો. આ મામલો ઉત્તરપ્રદેશ બાંકે બિહારીજી ટેમ્પલ ટ્રસ્ટ ઓર્ડિનન્સ, ૨૦૨૫ને પડકારતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર હાઈકોર્ટની સિંગલ-જજ બેન્ચે ૨૧ જુલાઈ અને ૬ ઓગસ્ટના આદેશમાં કરેલા અવલોકન સંબંધિત હતો. ન્યાયાધીશ સૂર્યકાંત અને જ્યમાલ્યા બાગચીની ખંડપીપીઠે હાઇકોર્ટના આદેશોનો અભ્યાસ કર્યાે હતો.
ઉત્તરપ્રદેશ સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે ખંડપીઠનું ધ્યાન દોર્યું હતું કે હાઈકોર્ટે આ મુદ્દા પર સમાંતર કાર્યવાહી ચાલુ કરી હતી અને આદેશમાં કેટલાંક અનધિકૃત અવલોકનો કર્યા હતાં.
ખંડપીઠે જણાવ્યું હતું કે હાઇકોર્ટ કેવા પ્રકારની નિરંકુશ ભાષાનો ઉપયોગ કરી રહી છે? જાણ કે રાજ્યે વટહુકમ પસાર કરીને પાપ કર્યું છે.આ બધું શું છે? શું હાઇકોર્ટને જાણ ન હતી કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં સામેલ છે? ન્યાયાધીશ કાંતે જણાવ્યું હતું કે કોઇ કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની હંમેશા ડિવિઝન બેન્ચ સુનાવણી કરે છે, પરંતુ આ કેસમાં સીંગલ જજે આદેશ આપ્યો છે. સરકારના વટહુકમને પડકારતી અરજીમાં હાઇકોર્ટ સમક્ષ આગળની કાર્યવાહી પર પણ સર્વાેચ્ચ અદાલતે સ્ટે મૂક્યો હતો.SS1MS