બિહારમાં ઘૂસણખોરોને વોટ આપવાનો અધિકાર નથીઃ શાહ

File
સીતામઢી, બિહારમાં મતદાર યાદી વિશેષ પુનઃનિરીક્ષણ (એસઆઇઆર)ની કવાયત સામે વિપક્ષોને વાંધો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સીતામઢીના પુનોરાધામમાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે, ઘુસણખોરોને વોટ આપવાનો અધિકાર નથી.
ઘુસણખોરોના નામ મતદાર યાદીમાંથી હટાવવા જોઈએ. પરંતુ આરજેડી અને કોંગ્રેસ બિહારમાં મતદાર યાદીના પુનઃનિરીક્ષણ(એસઆઈઆર)નો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ઘુસણખોરોના નામ યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા છે.
ઓપરેશન સિંદૂર પર વિપક્ષોના વલણ પર અમિત શાહે દાવો કર્યાે કે યુપીએ શાસન દરમિયાન ભારતમાં આતંકવાદી હુમલા સમયાંતરે થતા હતા. પરંતુ હવે નરેન્દ્ર મોદીજીના શાસનમાં જુદુ ભારત છે. આપણા સૈનિકોએ આતંકવાદીઓને તેમના કેમ્પોમાં માર્યા છે.
પરંતુ આરજેડી અને કોંગ્રેસના નેતાઓ ઓપરેશન સિંદૂરનો વિરોધ કરી રહ્યા છે. આ સાથે અમિત શાહે દાવો કર્યાે કે, બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં એનડીએ ભારે બહુમતીથી સરકાર બનાવશે. આરજેડીએ બિહારના વિકાસ માટે કશુંય કર્યું નથી.
આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે કેન્દ્રીય રેલવે મંત્રીના પોતાના કાર્યકાળમાં બિહારમાં રેલવેના માળખાકીય ઢાંચા માટે રુપિયા ૧૧૩૨ કરોડ મંજૂર કર્યા હતા, જ્યારે અમારી સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જ રૂપિયા ૧૦,૦૬૬ કરોડ આપ્યા છે. આ સાથે અમિત શાહે આક્ષેપ મુક્યો છે કે આરજેડીએ રાજ્યમાં પોતાના શાસન દરમિયાન ગુંડાગીરીને પ્રોત્સાહન આપ્યું હતું.SS1MS