ભરૂચની મહિલા સાથે યુ.કે.ના સ્ટુડન્ટ વિઝા આપવાના નામે ૨૩.૨૫ લાખની છેતરપિંડી

આણંદ , ભરૂચ જિલ્લાના વણાકપોર ગામે રહેતા એક પટેલ મહિલાને યુ.કે.ના સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને વલ્લભ વિદ્યાનગરના ત્રણ અને અમદાવાદની એક મહિલાએ ભેગા મળી તેમની પાસેથી રૂ.૨૩,૨૫,૦૦૦ મેળવી લઈ આ નાણા ચાઉં કરી વિઝા ન અપાવી છેતરપિંડી કરતા તેમના વિરુદ્ધ આજે સાંજે વિદ્યાનગર પોલીસમથકે ઇપીકો કલમ ૪૦૬,૧૧૪ મુજબ ફરિયાદ દાખલ થઈ છે.
ભરૂચ જિલ્લાના વણાકપુર ગામે પીનેશકુમાર હરેશભાઈ પટેલ (ઉવ ૩૫) રહે છે અને ખેતીકામ કરે છે. તેમના પત્ની પીનલબેન એમ.એસ.સી.,બી.એડ સુધી ભણેલા છે.
આ આ દંપતી અવારનવાર આણંદના જિટોડિયા ખાતે આવેલ ચેહર માતાજીના મંદિરે આવતા હતા. વર્ષ ૨૦૨૨માં રમણભાઈ બારોટ ભુવાનું કામ કરતા હતા તે વખતે વિદ્યાનગર ખાતે રહેતા તરુલતાબેન પણ ત્યાં અવારનવાર આવતા હતા. જેથી તેમની સાથે ઓળખાણ થઈ હતી.
તેમનું આખુ નામ તરુલતાબેન અંબાલાલ ડુંગરભાઇ પરમાર (રહે.વિદ્યાનગર. મહાદેવ વિસ્તાર, લક્ષ-૮, સોસાયટી) હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે પોતાના મોબાઈલ નંબર પણ આ દંપતીને આપ્યા હતા અને કહ્યું હતું તેઓ સ્ટુડન્ટ વિઝાને લગતું કામકાજ કરે છે, તમને કામ હોય તો કહેજો. પીનલબેનને યુ.કે.માં સ્ટુડન્ટ વિઝા ઉપર જવું હોઇ તેમણે આ બાબતે તરુલતાબેન સાથે વાત કરી હતી.
એટલે તેમણે કહ્યું હતું અંદાજે રૂ.૨૫ લાખનો ખર્ચ થશે.ત્યારબાદ પીનેશકુમાર પોતાની પત્ની પીનલબેનને લઈને ૨૦૨૨ ના નવેમ્બર મહિનામાં વિદ્યાનગર સરદાર પટેલ ચોક પાસે આવ્યા હતા અને તેમણે પોતાની પત્નીના ઓરીજનલ ડોક્યુમેન્ટ તરૂલતાબેનને આપ્યા હતા અને આરટીજીએસ તેમજ યુપીઆઈ દ્વારા તેમને રૂ.૨૨,૯૦,૦૦૦ આપ્યા હતા તેમ છતાંય સ્ટુડન્ટ વિઝાનું કામ ન થતાં પીનેશકુમારે તેમને પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમારી પત્નીના ડિગ્રી પ્રમાણપત્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હોવાથી જે યુ.કે.માં માન્ય નથી, જેથી સ્ટુડન્ટ વિઝા નહીં મળે. એટલે તેમણે કહ્યું બીજી કોઈ રીતે જઈ શકાય છે.ત્યારે તેમણે કહ્યું. હું તમને વર્ક પરમીટ વિઝા ઉપર મોકલી શકું છું.
જેમાં તમે તમારી પત્ની અને તમારા બાળકનો પણ સમાવેશ થશે જે અંગે રૂ.૨૨ લાખ નક્કી થયા હતા. આ માટે પણ તેમણે અલગથી રૂ.૩૫,૦૦૦ લીધા હતા. આમ તરુણલતાબેને આ પરિવાર પાસેથી ૨૩. ૨૫ લાખ રૂપિયા રોકડા લીધા હતા .
આ માટે પીનેશકુમારે ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી પોતાની પત્નીને નામે લોન પણ લીધી હતી.નાણાં ચૂકવાઇ ગયા બાદ તરુલતાબેન તેમને સતત ગોળ ગોળ ફેરવતા હતા અને કહેતા હતા યુ.કે.માં નિયમ બદલાઈ ગયો છે એટલે તમારી પત્નીથી નહીં જઈ શકાય.
તમારે ત્રણેય જવું હોય તો વિઝીટર વિઝા અપાવું તેમ કહી તેમને સતત બે વર્ષ સુધી ગોળ ગોળ ફેરવ્યા હતા. ત્યારબાદ તેમણે તેમને ફેમિલીયર વિઝા માટે ફિંગર પ્રિન્ટ માટે ગત તા. ૧ જુલાઈ ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે વીએફએસ ગ્લોબલમાં મોકલ્યા હતા.જ્યાં જ્યાં તરુલતાબેનના કહેવાથી માનસીબેન બુચે પીનલબેનના ફોર્મ ભરી આપ્યા હતા.SS1MS