જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ૨ જવાન શહીદ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરના કુલગામથી રક્ષાબંધનના દિવસે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કુલગામના અખાલ વિસ્તારમાં આતંકીઓ સાથે નવમા દિવસે પણ અથડામણની સ્થિતિ જોવા મળી. સમગ્ર વિસ્તારમાં જોરદાર ધડાકા અને ફાયરિંગનો અવાજ ગુંજતો રહ્યો. જે દરમિયાન ભારતીય સૈન્યના બે જવાન શહીદ થઇ ગયા. જોકે અન્ય બે જવાન ગત રાત્રે ઈજાગ્રસ્ત થયા હતા.
અત્યાર સુધી ભારતીય સૈન્યને જ મોટું નુકસાન અત્યાર સુધી એન્કાઉન્ટરમાં એક આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે કુલ બે જવાન શહીદ અને દસ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
સૂત્રો કહે છે કે ગાઢ જંગલ અને પ્રાકૃતિક ગુફાઓ જેવા ઠેકાણાઓનો લાભ લઇને કમ સે કમ ત્રણ કે તેનાથી વધુ આતંકી હજુ ત્યાં છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા દાયકામાં સૌથી લાંબા ચાલેલો આતંકવાદ વિરોધી અભિયાન બની ગયો છે.SS1MS