Western Times News

Gujarati News

સ્મૃતિ ઇરાનીએ કમાણીમાં રૂપાલી ગાંગુલી અને દિલિપ જોશીને પાછળ છોડ્યા

મુંબઈ, એક સમય હતો, જ્યારે લોકોને લાગતું હતું કે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો જ એક ફિલ્મ માટે કરોડોની ફી વસુલી શકે છે. આજે ટીવી શો પણ આ પ્રકારના બજેટ પર બની રહ્યા. આવા કલાકારોની યાદીમાં સ્મૃતિ ઇરાની ટોચ પર છે, જે એક એપિસોડના ૧૪ લાખ વસુલે છે, ખાસ તો તેઓ છેલ્લા એકાદ દાયકાથી ટીવીની દુનિયાથી દુર હતા છતાં તેઓ આજે વળતર લઇ શકે છે.

તેણે આ ફીમાં હવે ટીવીના જાણીતા કલાકારો રૂપાલી ગાંગુલી અને દિલિપ જોશીને પણ પાછળ રાખી દીધા છે. એવા અનેક અહેવાલો છે, જેમાં સ્મૃતિ ઇરાનીએ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’ તુલસી વીરાણી તરીકેના રોલ માટે એપરિસોડ દીઠ ૧૪ લાખની ફી નક્કી કરી હોવાની વાત છે.

મહત્વની વાત એ છે કે જ્યારે સ્મૃતિ ઇરાનીએ ટીવીમાં પોતાની કૅરિઅર શરૂ કરી ત્યારે એકતા કપૂરે ૨૦૦૦માં આ શોની પહેલી સીઝન માટે તેને એપિસોડ દીઠ ૧૮૦૦ રૂપિયા આપ્યા હતા. પછી ધીરે ધીરે શોની લોકપ્રિયતા વધતા તેમનું વળતર વધીને એપિસોડ દીઠ ૮૦૦૦, પછી ૩૫૦૦૦ અને અંતે એપિસોડ દીઠ ૫૦૦૦૦ પહોંચ્યું હતું.

હવે બીજી સીઝન માટે બાલાજી ટેલિફિલ્મ્સે જ જાહેર કર્યું છે કે આ સીઝન માત્ર ૧૫૦ એપિસોડની જ હશે, જેમાં પિસોડ દીઠ ૧૪ લાખ એટલે સ્મૃતિ ઇરાનને કુલ ૨૧ કરોડ રૂપિયા જેટલું વળતર મળશે, આ રીતે તે લૌથી વધુ વળતર મેળવતા એક્ટ્રેસ બની ગયાં છે.

આ યાદીમાં અન્ય લોકપ્રિય કલાકારોની વાત કરવામાં આવે તો ‘અનુપમા’ માટે રૂપાલી ગાંગુલીને એપિસોડ દીઠ ૩ લાખનું વળતર મળે છે અને ‘તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના માટે પાત્ર દિલિપ જોશીને એપિસોડ દીઠ ૧.૫ લાખનું વળતર ચૂકવાય છે.

આગળ આ યાદીમાં જેનિફર વિંગેટ ૧.૫થી ૨ લાખ, તેજસ્વી પ્રકાશ ૨-૩ લાખ, શ્રદ્ધા આર્યા ૧.૫ લાખ, હર્ષદ ચોપડા ૩ લાખ અને હિના ખાન ૧.૫થી ૨ લાખ વસુલે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.