કંતારા ચેપ્ટર ૧: ઋષભ શેટ્ટીની ટીમે ‘કનકવતી’ રુક્મિણી વસંતનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યાે

મુંબઈ, વરમહાલક્ષ્મી ફેસ્ટિવલના શુભ પ્રસંગે, હોમ્બલે ફિલ્મ્સે ‘કંતારા ચેપ્ટર ૧’માં કનકવતીના પાત્રમાં એક્ટ્રેસ રુક્મિણી વસંતનો ફર્સ્ટ લુક જાહેર કર્યાે છે.
૨૦૨૨માં સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર રહેલી ફિલ્મ કંતારાની પ્રિકવલ તરીકે જાહેર થયેલી ફિલ્મમાં, કંતારા યુનિવર્સના અલગ અને નવા પાસા એવી રીતે દર્સાવાશે કે ભારતીય સિનેમામાં વાર્તા કહેવાની એક નવી શૈલી અને નવી વ્યાખ્યા મળી જશે, એવું માનવામાં આવે છે.
આ વર્ષની શરૂઆતમાં ફિલ્મની ટીમે ઋષભ શેટ્ટીના જન્મદિવસ પર ઉગ્ર અને ધારદાર ફર્સ્ટ-લુક પોસ્ટર લોંચ કરવામાં આવ્યું હતું. જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ.
ત્યારબાદના રેપ-અપ વિડિઓએ આ ફિલ્મ માટેની અપેક્ષાને વધુ વધારી દીધી, જેના કારણે ચાહકો મહત્વાકાંક્ષી પ્રિકવલની વધુ ઝલક મેળવવા માટે ઉત્સુક છે. હવે, કનકવતીના પાત્રનું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે.રુક્મિણી વસંત દ્વારા કનકવતીનો રોલ કરવામાં આવશે, જેને આ ફિલ્મની વાર્તામાં એક મુખ્ય શક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે, જે કૃપા, શક્તિ અને રહસ્યને મૂર્તિમંત કરે છે.
પ્રથમ નજરમાં દેખાતી છબી એક એવા પાત્રનો અંદાજ આપે છે જે પ્રેક્ષકો પર કાયમી અસર છોડી જશે. આ ઉત્સવના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદથી, હોમ્બલે ફિલ્મ્સ પોસ્ટર લોંચને પ્રતીકાત્મક બાબત તરીકે રજૂ કરી છે, જે તહેવારની દૈવી આભાને ફિલ્મના આધ્યાત્મિક સૂર સાથે જોડે છે.કંતારા ચેપ્ટર દરિયાકાંઠાના કર્ણાટકમાં આકાર લે છે.
વાર્તા મૂળ ફિલ્મમાં રજૂ કરાયેલ દૈવી પરંપરાઓ અને પૂર્વજોના સંઘર્ષાેના મૂળમાં ઊંડા ઉતરવાની જ વાત કરશે, જેમાં ખાસ કરીને ભૂતા કોલા વિધિ અને દૈવી ભૂમિ વાલીપણાની પૌરાણિક કથા જ કેન્દ્રમાં હશે.
આ ચેપ્ટરમાં આધ્યાત્મિકતા, પ્રાદેશિક લોકવાયકા, રિવાજો અને પ્રકૃતિના રહસ્યના તત્વોનું મિશ્રણ હશે. આ ફિલ્મ કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજીમાં રિલીઝ થશે. કંતારા ચેપ્ટર ૧ ગ્લોબલ અપીલ સાથે સિનેમેટિક સ્પેક્ટેકલ તરીકે લોકોને યાદ રહેશે એવી અપેક્ષા છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે.SS1MS