જેમ્સ કેમેરુને AIના ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી

મુંબઈ, અવતાર સહિતની સાઇફાઇ ફિલ્મના ડિરેક્ટર જેમ્સ કેમેરુને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સના કારણે ભવિષ્યના જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં તેમણે ‘ઘોસ્ટ્સ ઓફ હિરોશિમા’ પુસ્તકનું પ્રમોશન કર્યું હતું. જેના પર કેમેરુન એક ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. કેમેરુને કહ્યું કે હથિયારોની હોડમાં એઆઈ પર નિર્ભર રહેવું એ એક જોખમી બાબત છે.
‘અવતાર’ ફિલ્મ માટે જાણીતા કેમેરુનની ‘અવતાર – ફાયર એન્ડ એશ’ આવી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું, “મને બિલકુલ લાગે છે કે ટર્મિનેટર પ્રકારના જોખમની શક્યતા છે. જ્યારે તમે એઆઈ અને હથિયારોને એકસાથે લાવો છો, ન્યુક્લિયર વેપન સાથે પણ એઆઈને જોડવામાં આવે છે, ત્યારે આ પ્રકારનું જોખમ વધી જાય છે.”
કેમેરુને આગળ આ અંગે કહ્યું કે, “મને લાગે છે કે માવન વિકાસ એટલી હદે પહોંચી ગયો છે કે આજે માનવજાતના અસ્તિત્વ સામે ત્રણ મોટા જોખમો છે – હવામાન અને આપણી કૃદરતી સૃષ્ટિનું ઘટતું પ્રમાણ, પરમાણુ શસ્ત્રો અને સુપર ઇન્ટેલિજન્સ.”આગળ જેમ્સ કેમેરુન કહે છે, “હાલ આ બધાં એક જ સમયે પ્રસ્તુત અને ટોચ પર છે. કદાચ સુપર-ઇન્ટેલિજન્સ એનો જવાબ છે.
મને ખબર નથી. હું એવી કોઈ આગાહી નથી કરી રહ્યો, પણ એવું બની શકે છે.”તાજેતરમાં જ કેમેરુન ધ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ કંપની સ્ટેબિલિટી એઆઈ સાથે જોડાયા છે, જેના માટે તેમને ઇન્ટરનેટ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોએ તેમને આ બાબતે ટેકો આપ્યો છે અને કેટલાંકે તેને “માનવીય ચાતુર્ય” ગણાવ્યું હતું.કેમેરુને ૧૯૮૪માં ટર્મિનેટર સિરીઝની ફિલ્મની શરૂઆત કરી હતી.
જેમાં આર્નાેલ્ડ શ્વેરઝેનીગર લીડ રોલમાં હતો. તેણે ફિલ્મમાં સાઇબરનેટિક એનડ્રોઇડનો રોલ કર્યાે હતો. પહેલી ફિલ્મમાં તે વિલન હતો, જે ફિલ્મની સિક્વલમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ તેમાં તેને રક્ષક તરીકે મોડેલ ૧૦૧ સિરીઝ ૮૦૦ તરીકે રીપ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મમાં લિંડા હેમિલ્ટન પણ મહત્વના રોલમાં હતી. હવે પછી આવનારી કેમેરુનની ‘અવતાર – ફાયર એન્ડ એશ’માં હવામાનમાં પરિવર્તન અને ઓળખના પ્રશ્નોની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ના દિવસે રિલીઝ થશે.SS1MS