SHE ટીમની મહિલાઓએ DGP અને પોલીસ કમિશ્નરને રાખડી બાંધી

અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટની SHE Team દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી વિકાસ સહાય તેમજ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓને રક્ષાબંધન પર્વ ઊજવણીના ભાગ રુપે રાખડી બાંધવામાં આવી.
ઊપરાંત રક્ષા બંધન નિમિતે,શહેર પોલીસની વિવિધ SHE Team દ્વારા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન અને મનો દિવ્યાંગોની મુલાકાત લેવામાં આવી રહેલ છે. નાના બાળકોને મળીને પણ ગુડ ટચ બેડ ટચ અંગે જાણકારી આપીવામાં આવી રહેલ છે.