Western Times News

Gujarati News

મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકીઃ 4 શિક્ષકોના મોત

(એજન્સી)હિંમતનગર, મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી છે. જેમાં ૪૦ ફૂટ ઊંડી નદીમાં કાર પડતા ચાર લોકોના મોત થયા છે. ૩ લોકોના ઘટના સ્થળે મોત અને એક યુવકનું સારવાર સમયે મોત થયુ છે. બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પર ઘટના બની છે. જેમાં સ્થાનિક પોલીસ,એએસપી સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રીના ૯ઃ૩૦ વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં મોડાસાના સહયોગ બાજુથી આવતી કાર ૪૦ ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે

જયારે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પરની છે. તથા ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

આ ચાર લોકો મોડાસામાં મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. હાલ મોડાસા શહેરમાં રહેતા હતા. ત્યારે સમગ્ર મામલે મોડાસા ફાયરની ટીમ તેમજ સ્થાનિક પોલીસ તેમજ એએસપી સહીત ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કારમાં સવાર ૪ વ્યક્તિઓ ક્યાં જઈ રહ્યા હતા અને આ દુર્ઘટના કેવી રીતના સર્જાઈ તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.