ગાઝા પટ્ટીમાં ફરી ઈઝરાયલનો ભયાનક હુમલો, ભૂખ્યાં લોકો પર ગોળીબારમાં ૨૬ના મોત

નવી દિલ્હી, ગાઝા પટ્ટીમાં મદદની માંગ કરી રહેલા ૨૬ પેલેસ્ટિયનોને મોતને ઘાટ ઉત્તરી દેવામાં આવ્યા છે તેમ હોસ્પિટલો અને સાક્ષીઓએ જણાવ્યું છે.
બીજી તરફ ઇઝરાયેલમાં ઇઝરાયેલી બંધકોના પરિવારજનોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પેલેસ્ટાઇનમાં સૈન્ય કાર્યવાહીનો વ્યાપ વધારવાની યોજનાનો વિરોધ કરવા માટે હડતાળ શરૂ કરવાની અપીલ કરી છે.ભૂખમરાને કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને ૧૦૦ને પાર થઇ ગઇ છે.
આ દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ જણાવ્યું છે કે ઇઝરાયેલ પાસે યુદ્ધ સમાપ્ત કરવા અને હમાસને હરાવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. સમગ્ર વિશ્વમાં નેતનયાહુની યોજનાઓની ટીકા થઇ રહી છે ત્યારે તેમણે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. ગાઝા પર અંકુશ મેળવવાની નેતનયાહુની યોજના અંગે યુનાઇટેડ સિકયુરિટી કાઉન્સિલે એક ઇમરજન્સી બેઠકનું આયોજન કર્યુ છે.
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને એ વિસ્તારોમાંથી મૃતદેહો મળ્યા છે જ્યારે પેલેસ્ટિયનો સહાયતા મળવાની રાહ જોઇ રહ્યાં હતાં. ખાદ્ય કાફલાના માર્ગાે અને ગાઝામાં ખાનગી રીતે સંચાલિત સહાય વિતરણ કેન્દ્રો પાસેથી મૃતદેહો મળી આવ્યા હતાં.
નાસેર હોસ્પિટલે જણાવ્યું હતું કે મૃતકોમાં એવા ૧૦ લોકોનો સમાવેશ થાય છે જે દક્ષિણ શહેરો રફાહ અને ખાન યુનુસને અલગ કરતા નવા બનેલા મોરાગ કોરિડોર પાસે સહાય ટ્રકની રાહ જોતા હતાં.
ગાઝા આરોગ્ય મંત્રાલય અને ગાઝા શહેરની શીફા હોસ્પિટલના જણાવ્યા અનુસાર ઝીકિમ ક્રોસિંગ નજીક ઉત્તરી ગાઝામાં સહાયની રાહ જોતા વધુ છ લોકોનાં મોત થયા હતાં. મધ્યા ગાઝામાં સાક્ષીઓએ જણાવ્યું હતું કે ગાઝા હ્યુમેનેટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખાદ્ય વિતરણ કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા સહાય શોધનારા ટોળા તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો.SS1MS