ગંગામાં લાશને પકડીને ૭ કિ.મી. સુધી તરીને મહિલા બચી ગઇ

ભાગલપુર, ‘જાકો રાખે સાઈયાં, માર સકે ના કોય’ – આ કહેવત બિહારના ભાગલપુરમાં સાચી સાબિત થઈ છે. મુંગેરના બરિયારપુરની રહેવાસી કુમકુમ દેવી સુલ્તાનગંજ સ્થિત નમામિ ગંગે ઘાટ પર ગંગાસ્નાન કરી રહી હતી, ત્યારે ગંગાના તેજ પ્રવાહમાં એ તણાઈ ગઈ, કુમકુમદેવીની બચવાની આશા ખતમ થઈ ગઈ હતી, ત્યારે ગંગા નદીમાં બરાબર મધ્યમાં એક તણાઈ રહેલી લાશ દેખાઇ હતી.
કુમકુમ દેવી હિંમત હાર્યા નહીં, તેમણે તણાઈ રહેલી લાશને પોતાનો આધાર બનાવ્યો. એ લગભગ સાત કિલોમીટર સુધી લાશને પકડીને તરતા રહ્યા હતા. તિલકપુર ગામની પાસે એક નાવિકની નજર કુમકુમ દેવી પર પડી.
નાવિકે તરત એમને બચાવી લીધી હતી અને હોડીમાં બેસાડીને નદીના કાંઠા પર લાવ્યો હતો. પરિવારજનોએ કુમકુમ દેવીને જીવતી જોઈ, તો સૌને આશ્ચર્ય થયું હતું. આ ઘટના દર્શાવે છે કે જો ભગવાનનો સાથ હોય તો કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકાય છે. કુમકુમ દેવીએ જણાવ્યું કે, એક મહિલાની સાથે ગંગાસ્નાન કરવા ગઈ હતી. અમે બંને સ્નાન કરી રહી હતી.
ત્યારે તેજ પ્રવાહમાં તણાવવા માંડી, પરંતુ તણાઈને આવી રહેલી એક લાશ પકડીને મદદની બૂમો પાડતી રહી. આશરે સાત કિલોમીટર દૂર નાવિકની મદદથી ગંગાના તેજ પ્રવાહમાંથી બહાર આવી શકી.SS1MS