રક્ષાબંધન પૂર્વે અમદાવાદ જિલ્લાના વસઈ-નાયકપુર-જાલીસણા ગામે યોજાયુ -આરોગ્ય સુરક્ષા કવચ પર્વ

આરોગ્ય સુરક્ષા સંદર્ભના વિવિધ સૂત્રો સાથેની રાખડી બાંધવામાં આવી
રક્ષાબંધન એટલે આપણું પવિત્ર પર્વ. ભાઈઓને રક્ષા માટે બહેનો રાખડી બાંધીને ભાઈની રક્ષાની કામના કરે છે. આ પર્વના પૂર્વ દિવસે અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં શાળાના બાળકો તથા આશા વર્કરોએ આરોહ્ય સુરક્ષાના વિવિધ સૂત્રો સાથેની રાખડીને અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી.
તાજેતરમાં અમદાવાદ જિલ્લાના બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવાની અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.
આ પરિસ્થિતીમાં લોકોનું અરોગ્ય જોખમાય નહી પણ જળવાય તેવા હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લામાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ના થાય તે માટે પોરાનાશક કામગીરી, તાવ સર્વેલન્સ, MLO કામગીરી, ડાયફલુંબેન્ઝયુરીન છંટકાવ કામગીરી સહિતની આરોગ્યલક્ષી કામગીરી તો કરે જ છે, પરંતુલોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે પણ એટલું જ મહત્વનું છે.
જિલ્લામાં વસઈ, જાલીસાણા તથા નાયકપુર ગામોમાં ગ્રામજનો અને શાળા વિધ્યાર્થો તથા આરોગ્ય સબ સે ણતર્ના કર્મચારીઓ સહિત ૬૫૦થી વધુ લોકોએ સ્વચ્છતા અને સ્વસ્થતા જાળવવાનાસૂત્રો સાથેની રાખડીઓ ભાઈઓને બાંધીને આરોગ્ય સુરક્ષા કવચની કામના કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, તથા જીલ્લા મલેરિયા અધિકારી શ્રીની સૂચના અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, માંડલ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીતાપુર ના ગામ જાલિસણાની પ્રાથમિક શાળામાં મચ્છર જન્ય રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થી બચવા માટે ના સ્લોગન સાથેની રાખડીઓ દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.
‘વરસાદી પાણીને વહેવડાવી દેજે’ , ‘સવારે અને સાંજે બારી બારણા બંધ રાખજે’ , ‘પાણીની ટાંકી, ફૂલદાની-ટાયર નિયમિત સાફ કરજે’ , ‘પાણીના કુંડા નિયમિત સાફ કરજે’ , ‘લાંબી બાંયના કપડાં પહેરજે’ , ‘ડોક્ટરની સલાહ મુજબ દવા લેજે’ , ‘તાવ આવે તો લોહીની તપાસ કરાવીને જ દવા લેજે’ , ‘મચ્છરદાની નો ઉપયોગ કરજે’ જેવા બહેન ભાઈને સલાહ આપતી હોય તેવા ભાવ સાથેના હ્રદયસ્પર્શી સૂત્રો સાથેની રાખડી સાચા અર્થમાં સુરક્ષા કવચ પુરવર થશે તેમ મેલેરીયા નિયંત્રણ અધિકારીશ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું છે. હિમાંશુ ઉપાધ્યાય