Western Times News

Gujarati News

દીપિકા પાદુકોણ ‘ધ ઇન્ટર્ન’ની રિમેકમાં જોવા નહીં મળે

મુંબઈ, વર્ષાેની રાહ જોયા પછી, ‘ધ ઇન્ટર્ન’ની હિન્દી રિમેક આખરે બની રહી છે, પરંતુ આ હવે, દીપિકા પાદુકોણ તેમાં જોવા મળશે નહીં. પહેલા અમિતાભ બચ્ચન સાથે તે અભિનય કરવાની હતી, પરંતુ હવે તેણે ફક્ત તેની કંપની, કેએ પ્રોડક્શન્સ હેઠળ ફિલ્મનું પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું છે.

આ ફિલ્મની પ્રક્રિયા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “હવે, દીપિકા આ ફિલ્મમાં અભિનયથી દૂર રહીને ફક્ત પ્રોડ્યુસર તરીકે કામ કરશે, સર્જનાત્મક અને લોજિસ્ટિકલ બાબતોનું ધ્યાન રાખશે.

એક લીડ એક્ટ્રેસ આ રોલ ભજવવા માટે કાસ્ટ કરવામાં આવી રહી છે જે દીપિકા એક સમયે ભજવવાની હતી.”સૂત્રએ ઉમેર્યું હતું કે દીપિકા આ ફિલ્મનો ઉપયોગ તેની સર્જનાત્મક ક્ષિતિજોને વિસ્તારવા માટે કરી રહી છે.

“ધ ઇન્ટર્ન એ પાંચ પ્રોજેક્ટ્‌સમાંથી પહેલી ફિલ્મ છે જે તે આગામી વર્ષમાં બનાવવાનું વિચારે છે. તે એવી વાર્તાઓ કહેવા માંગે છે જે વૈશ્વિક સ્તરે લોકોને સ્પર્ષી હોય.”૨૦૧૫માં આવેલી એન હેથવે અને રોબર્ટ ડી નીરો અભિનીત હોલીવુડની હિટ ફિલ્મ પર આધારિત, ફિલ્મનાં હિન્દી વર્ઝન પર ૨૦૨૦થી કામ ચ્લી રહ્યું છે, કેએ પ્રોડક્શન્સે તેના અધિકારો મેળવ્યા હતા.

શરૂઆતમાં, સિનિયર રોલ ઋષિ કપૂર દ્વારા ભજવવાનો હતો, પરંતુ તેમના અવસાન પછી, અમિતાભ બચ્ચન આ રોલમાં નક્કી થયા. જોકે, પેન્ડેમિક, દીપિકાના પ્રેગ્નન્સી બ્રેક અને શિડ્યૂલની તકલીફને કારણે ફિલ્મના નિર્માણમાં વારંવાર વિલંબ થયો છે.

૨૦૨૦માં દીપિકાએ કહ્યું હતું કે, “‘ધ ઇન્ટર્ન’ એક ઘનિષ્ઠ, સંબંધો-આધારિત ફિલ્મ છે, જે કાર્યસ્થળ અને તેની આસપાસ સેટ છે; એક વાર્તા જે મને લાગે છે કે વર્તમાન સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ માટે ખૂબ જ સુસંગત છે. હું એક હળવી, આનંદી કોમેડી-ડ્રામા શોધી રહી છું અને આ વાર્તા સરળતાથી બંધ બેસે છે.

હું આ સફર શરૂ કરવા માટે ખૂબ ઉત્સુક છું.”હિન્દી રિમેક સુનીલ ખેતરપાલ, વોર્નર બ્રધર્સ ઇન્ડિયા, કેએ પ્રોડક્શન્સ અને એઝ્યોર એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને કરશે. અમિત રવિન્દ્રનાથ શર્મા દિગ્દર્શન સાથે જોડાયેલા હતા, શરૂઆતમાં આ ફિલ્મ ૨૦૨૨ના ઉનાળામાં રિલીઝ થવાની યોજના હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.