Western Times News

Gujarati News

સેન્સરે ‘વાર ૨’માં કિયારાના બિકીની સીન પર કાતર ચલાવી

મુંબઈ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ ‘વાર ૨’ ના નિર્માતાઓને કિયારા અડવાણીના બિકીની સીનને નવ સેકન્ડ સુધી કાપવાનો આદેશ આપ્યો છે. આ કટથી “આવન જાવન” ગીત પર અસર થઈ છે, જેણે કિયારાના પ્રથમ ઓન-સ્ક્રીન બિકીની સીન માટે લોઓકનું ધ્યાન ખેંચ્યું હતું.

અહેવાલો અનુસાર, સેન્સરની તપાસ સમિતિએ કેટલાક સીન અને સંવાદો સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ નિર્માતાઓએ રિવાઇઝિંગ કમિટીનો સંપર્ક કર્યાે, જેણે ઘણા ફેરફારો સૂચવ્યા પછી યુ-એ૧૬પ્લસ પ્રમાણપત્ર સાથે ફિલ્મ મંજુર કરાઈ છે. આમાં કિયારાના પૂલ સિક્વન્સમાંથી ૯ સેકન્ડ દૂર કરવા અને “વાંધાજનક સંવાદ” ને થોડા ઓછા ઉગ્ર કરીને ફેરફારનો સમાવેશ થાય છે.

“અશ્લીલ હાવભાવ” પણ કાઢી નાખવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે ટીમને તમામ સેન્સ્યુઅસ સીનમાંથી ૫૦ ટકા ઘટાડવાની સૂચના આપી હતી. જ્યારે આ ફેરફારના કારણે ‘આવન જાવન’ ગીતને અસર થઈ છે, ત્યારે ફિલ્મના એક્શન સિક્વન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક અહેવાલમાં જણાવાયું છે કે સેન્સરે ફાઇનલ મંજૂરી પહેલાં ફિલ્મમાંથી લગભગ ૧૦ મિનિટ કાપવાની ભલામણ કરી હતી.

તેમાં કિયારાનો રિતિક રોશન સાથેનો બહુચર્ચિત બિકીની સીન પણ હતો. આ ગીત પહેલાથી જ ઓનલાઈન ચર્ચામાં હતું, ચાહકોએ તેના ટોન્ડ ફિઝિકના વખાણ પણ કર્યા હતા.

કિયારા અડવાણીએ આ સિક્વન્સ માટે તૈયારી કરવા માટે રીગરસ ફિટનેસ ટ્રેઇનિંગનું પાલન કર્યું હોવાનું કહેવાય છે. તેના ડાયેટિશીયન, નિકોલે, એક ઈન્ટરવ્યુમાં કહ્યુંઃ “તે શોર્ટકટ ઇચ્છતી ન હતી.

તે ક્રેશ ડાયેટ અથવા ઝડપી ઉપાયથી કામ કરવા માગતી નહતી. તે કંઈક ટકાઉ અને કંઈક એવું ઇચ્છતી હતી જે તેને મજબૂત લાગે. કિયારાના ડાયેટમાં પ્રોટીનયુક્ત ભોજનનો સમાવેશ થાય છે જે તેને તેનાં લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરે.” ફેરફારો પછી, ‘વાર ૨’નો રનટાઇમ ૧૭૧.૪૪ મિનિટ છે, જે લગભગ ૨ કલાક અને ૫૧ મિનિટ છે.

અગાઉના ફિલ્મનો મૂળ રનટાઇમ ૧૭૯.૪૯ મિનિટ હતો. નિર્માતાઓએ ૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ક્લિયરન્સ માટે સીબીએફસીનો સંપર્ક કર્યાે અને છ ઓડિયો અને વિઝ્યુઅલ સેગમેન્ટમાં સૂચવેલા કટ અને મ્યૂટ કર્યા પછી તેને મંજૂરી અપાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.