Western Times News

Gujarati News

‘કૂલી’ હિન્દીમાં ૧૨૦૦ સ્ક્રીન પર રિલીઝ થશે

મુંબઈ, ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે બે સૌથી મોટી ફિલ્મ ‘કૂલી’ અને ‘વાર ૨’ની રિલીઝને પાંચ દિવસ બાકી રહ્યા છે પરંતુ વચ્ચેની ટક્કર શરૂ થઈ ચૂકી છે, બંને ફિલ્મના એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ગયા છે. બંને ફિલ્મ દુનિયાભરમાં છવાઈ જવાની તૈયારી કરી રહી છે. રજનીકાંતની ‘કૂલી’ હિન્દી વર્ઝનમાં સમગ્ર ભારતમાં ૧૨૦૦ સ્ક્રીન પર રિલીઝ થવાની છે.

જે કોઈ પણ તમિલ ફિલ્મના હિન્દી ડબ્ડ વર્ઝન માટે બીજા નંબરના સૌથી વધુ સ્ક્રીન હશે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “કૂલીને હિન્દીમાં સારી રિલીઝ મળશે કારણ કે મેકર્સ ૧૨૦૦ સ્ક્રીન મેળવવામાં સફળ રહ્યા છે.

જ્યારે ડિસ્ટ્રીબ્યુટર્સને હિન્દી વર્ઝન માટે જ ૩૫૦૦ શો મળ્યા છે, જે મોટી હિન્દી ફિલ્મ સાથે ટક્કર થતી હોય ત્યારે એક ડબ થયેલી ફિલ્મ માટે ઘણી સારી સ્થિતિ કહી શકાય. હવે બંને ફિલ્મ લગભગ બરાબરીની સ્થિતિમાં આવી ગઈ છે.

કારણ કે વાર ૨૫૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. રિતિક અને જુનિયર એનટીઆરની આ ફિલ્મ હિન્દી ઓડિયન્સ માટે મહત્વની રહેશે, કારણ કે હિન્દીમાં પણ, કૂલી બિન-હિન્દી દર્શકો માટે નિઃશંકપણે રસપ્રદ સાબિત થશે.”

જો આ ટક્કરમાં ‘વાર ૨’ની વાત કરવામાં આવે તો, સુત્રોના જણાવ્યા મુજબ, “યશરાજ ફિલ્મ્સે જાહેર કર્યું છે કે તે દેશના ૯૦ ટકા સિંગલ સ્ક્રીન સિનેમામાં ફિલ્મ રિલીઝ કરશે, પરંતુ હજુ તેમાં એડવાન્સ બૂકિંગ શરૂ થયાં નથી કારણ કે કૂલીની ટીમનો પણ એવો પ્રયત્ન છે કે તેઓ દરેક સ્ક્રીનમાં કમ સે કમ એક શો મેળવી શકે. હાલ હજુ વાટાઘાટો ચાલી રહી છે અને સિંગલ સ્ક્રીન થિએટર્સના માલિકો હાલ થોડા અસમંજસની સ્થિતિમાં છે.”

વાર ૨ દર્શકોને આકર્ષવામાં કોઈ જ કમી રાખવા માગતું નથી. તેથી આ ફિલ્મમાં હવે સ્પાય યુનિવર્સના જુના ખેલાડી સલમાન ખાન કે શાહરુખ ખાન નહીં પણ બાબી દેઓલનો કેમિયો છે, તેથી તેની આ યુનિવર્સમાં એન્ટ્રીની પણ ચર્ચા છે.

લોકેશ કનગરાજ અને રજનીકાંતની ‘કૂલી’ના એડવાન્સ બૂકિંગની વાત કરવામાં આવે તો ફિલ્મે માત્ર સાડા ચાર દિવસમાં ૫૦૧ કરોડની કમાણી કરી લીધી છે. તેમાં સૌથી મોટો હિસ્સો ઇન્ટરનેશનલ માર્કેટનો છે. કારણ કે વિદેશોમાં ફિલ્મે ૩૨.૫૦ કરોડની કમાણી કરી છે.

ફિલ્મના પહેલા શો પહેલાં જ ફિલ્મે કુલ ૫૨ કરોડની કમાણી કરી લીધી છે, જે ઐતિહાસિક કમાણી ગણાય છે. તેથી રિલીઝના પહેલા દિવસનાં અંતે આ કમાણી ૭૦ થી ૯૦ કરોડ પર પહોંચવાની શક્યતા છે.

આ ફિલ્મે તમિલનાડુમાં રિલીઝ પહેલાં જ એડવાન્સ બૂકિંગમાં ૪.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. શનિવારે સવારે કર્ણાટકમાં એડવાન્સ બૂકિંગ શરૂ થયાં અને ૧૨ કલાકમાં જ તેણે ૨ કરોડની આવક થઈ ગઈ હતી.

હજુ તેલુગુ માર્કેટમાં શરૂઆત થઈ નથી, પરંતુ તેમાં પણ આવી જ અપેક્ષાઓ છે. તેલુગુ અને હિન્દી વર્ઝનના એડવાન્સ બૂકિંગ હવે શરૂ થશે. તેથી આ ફિલ્મને લગભગ ૮૫થી ૯૫ કરોડનું ઓપનિંગ મળે એવી શક્યતા છે. અત્યાર સુધીમાં કૂલીએ એડવાન્સ બૂકિંગમાં ઓવરસીઝમાં ૩૬.૨૫ કરોડ, તમિલનાડુમાં ૭ કરોડ, કેરાલામાં ૪.૫૦ કરોડ, કર્ણાટકમાં ૨ કરોડ અને કુલ ૫૦ કરોડની કમાણી કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.