ગુજરાતી ફિલ્મ “રહસ્યમ”નું શાનદાર શુભ મુહૂર્ત — નવા રહસ્યમય સફરનો આરંભ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી ઉત્તેજક યાત્રાની શરૂઆત થઈ છે. “કેટી પ્રોડક્શન” અને “આર.એચ.એસ.જી. પ્રોડક્શન” ની સહભાગિતામાં આગામી ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના જાણીતા “એરી કેફે” ખાતે યોજાયું હતું.
આ પ્રસંગે ફિલ્મના નિર્માતા શ્રી કરણસિંહ તોમર પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક આસિફ સિલાવત, લેખક તથા સમગ્ર ટીમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. અને કાર્યક્રમ નું સંચાલન યોગેશ જીવરાણી એ કર્યું હતું.
ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં સપના વ્યાસ, ઉત્સવ નાયક, નૈસર્ગ મિસ્ત્રી, પ્રિન્સ લિંબડિયા, મોહિત શર્મા અને બંસી રાજપૂત. જેવા પ્રતિભાશાળી કલાકારોએ શોભા વધારશે.
“રહસ્યમ” નામે જ સ્પષ્ટ છે કે આ ફિલ્મ એક એવો કથાવસ્તુ ધરાવે છે જે રહસ્ય, થ્રિલ અને અનપેક્ષિત ઘટનાઓથી ભરપૂર હશે. શાહકર વાર્તા અને દૃશ્યોના સંયોજનથી ગુજરાતી દર્શકોને એક નવી જ અનુભૂતિ આપવાની આશા ફિલ્મ ટીમ વ્યક્ત કરે છે.
ફિલ્મના શુભારંભ પ્રસંગે વિવિધ મીડિયા હાઉસ તથા ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર ટીમે દરેકને ફિલ્મ માટે મળતી શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો.