““નો પામ ઓઈલ” દાવા ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અને વૈજ્ઞાનિક પુરાવાઓને અવગણે છે”

ઓટીએઆઈના નેશનલ પ્રેસિડેન્ટ અને ભારતના સિનિયર ઓઈલ ટેક્નોલોજિસ્ટે ખાદ્ય તેલની પસંદગીઓ અંગે પુરાવા આધારિત જાહેર ચર્ચા યોજવાની વિનંતી કરી
ફેટી એસિડનું સંતુલિત સેવન સુનિશ્ચિત કરવા માટે પામ, મગફળી, તલ, રાઇસ બ્રાન, સનફ્લાવર વગેરે જેવા તેલનો વારાફરતી ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
નવી દિલ્હી, 12 ઓગસ્ટ, 2025: પસંદગીની ફૂડ બ્રાન્ડ્સ દ્વારા વધી રહેલા “નો પામ ઓઇલ” માર્કેટિંગ કેમ્પેઇનના પ્રતિભાવમાં, ઓઇલ ટેક્નોલોજિસ્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ઓટીએઆઈ) ના નેશનલ પ્રેસિડેન્ટ ડો. રાજીવ ચુરીએ ભય-આધારિત સંદેશાઓ દ્વારા ગ્રાહક ભાવનાઓનું ઇરાદાપૂર્વક શોષણ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ તાજેતરના ટ્રેન્ડ અંગે પ્રતિભાવ આપતા ડો. ચુરીએ વૈજ્ઞાનિક કઠોરતા અને સંતુલિત માહિતી પર આધારિત ખોરાક અને પોષણ પર જાહેર ચર્ચા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખાદ્ય ઉદ્યોગ, નિયમનકારી સંસ્થાઓ અને મીડિયાના હિસ્સેદારોને ગ્રાહકો દ્વારા જાણકાર નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને પાયાવિહોણા દાવાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી.
“આ કેમ્પેઇન્સ, જે પામ તેલને સ્વાભાવિક રીતે બિનઆરોગ્યપ્રદ તરીકે દર્શાવે છે, તે વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા સમર્થિત નથી. તેના બદલે, તે બજારમાં ભિન્નતા મેળવવાના હેતુથી બનાવવામાં આવેલી વ્યૂહરચનાઓ હોય તેવું લાગે છે” એમ ડો. ચુરીએ જણાવ્યું હતું.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન દ્વારા જારી કરાયેલ ભારતની 2024 ડાયેટરી ગાઇડલાઇન્સ, સંતુલિત આહારના ભાગ રૂપે ઉપયોગમાં લેવાતી વખતે પામ તેલની ભૂમિકાને ફરીથી પુષ્ટિ આપે છે. આ ગાઇડલાઇન્સ બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ટોકોટ્રિએનોલ્સની ભૂમિકાને પણ રજૂ કરે છે.
ફેટી એસિડનું સંતુલિત સેવન સુનિશ્ચિત કરવા માટે પામ, મગફળી, તલ, રાઇસ બ્રાન, સનફ્લાવર વગેરે જેવા તેલનો વારાફરતી ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ડો. ચુરીએ વધુમાં ઉમેર્યું હતું કે “‘નો પામ ઓઈલ’ વાર્તાઓનો વધતો અને વ્યાપક ઉપયોગ પામ ઓઈલ વિશેની જાહેર સમજને વિકૃત કરવાનું જોખમ ધરાવે છે જે સલામત, વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું અને વૈશ્વિક સ્તરે નિયંત્રિત ખાદ્ય તેલ છે. પામ ઓઈલ, જ્યારે જવાબદારીપૂર્વક અને સંતુલિત આહારના ભાગ રૂપે ઉપયોગમાં લેવાય છે, ત્યારે તે અન્ય કોઈપણ ખાદ્ય તેલ જેટલું જ સલામત છે.
તેના ઉપયોગ વિશેની ચર્ચાઓ ડેટાના આધારે થાય તે જરૂરી છે, માર્કેટિંગ ગતકડાં દ્વારા નહીં. પોષણની દ્રષ્ટિએ યોગ્ય અને વિશ્વભરમાં આહારનો મુખ્ય ભાગ હોવા છતાં, તેને અન્યાયી રીતે બદનામ કરવામાં આવ્યું છે. તેને બદનામ કરવાથી પ્રોસેસ્ડ ફૂડ વધુ સ્વસ્થ બનશે નહીં, તે ફક્ત ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે છે અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતાના ભારતના ધ્યેયને નબળી પાડે છે.”
એ જાણવું યોગ્ય છે કે નેશનલ ઓઈલ ઓન એડિબલ ઓઇલ્સ – ઓઇલ પામ (NMEO-OP) એ ભારત સરકારની એક પહેલ છે જેનો હેતુ ખાદ્ય તેલ, ખાસ કરીને પામ તેલના સ્થાનિક ઉત્પાદનને વધારવાનો છે, જેથી આયાત પર નિર્ભરતા ઓછી થાય. 2021માં રૂ. 11,040 કરોડના બજેટ સાથે શરૂ કરાયેલ, આ મિશન તેલ પામ ખેતી વિસ્તાર વધારવા, ક્રૂડ પામ તેલના ઉત્પાદનમાં સુધારો કરવા અને આખરે આયાતી ખાદ્ય તેલ પર દેશની નિર્ભરતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ડો. ચુરીએ ભાર મૂક્યો હતો કે એક જ તેલને લક્ષ્ય બનાવતી માર્કેટિંગ યુક્તિઓ સારા પોષણના મુખ્ય સિદ્ધાંતો: સંતુલન, વિવિધતા અને વૈજ્ઞાનિક સમજણથી વિચલિત થાય છે. પુરાવા વિના એક ફેટ સોર્સ પર હુમલો કરવાથી જનતા ગેરમાર્ગે દોરે છે અને ખાદ્ય સુરક્ષા તરફના રાષ્ટ્રીય પ્રયાસો નબળા પડે છે.