ડો. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ તથા વિજ્ઞાન સાંકળ યોજાયા

Ahmedabad, 12મી ઓગસ્ટ એટલે આપણા મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતી છે. તે નિમિત્તે વિક્રમ સારાભાઈને યાદ કરવા, સવારે
10-00 કલાકે વિક્રમ સારાભાઈની પ્રતિમા, ઉસ્માનપુરા, રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે વિક્રમ સારાભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અંધશ્રદ્ધાથી મુક્તિ મેળવવા, વૈજ્ઞાનિક અભિગમની કેળવણી અને પર્યાવરણના રક્ષણ માટે વિશ્વભરના વિજ્ઞાનીઓ અને વિજ્ઞાન સમુદાય 2017થી દર વર્ષે ઇન્ટરનેશનલ માર્ચ ફોર સાયન્સ’ (International March for Science) તથા આપણા દેશના વિજ્ઞાનીઓ ‘ઇન્ડિયા માર્ચ ફોર સાયન્સ’ ()નું આયોજન કરે છે. તેના ભાગરૂપે આજે સવારે 11:00 વાગ્યે લાલ દરવાજા, અમદાવાદ ખાતે વિજ્ઞાન સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ચ ફોર સાયન્સની મુખ્ય માંગણીઓ છે: (1) બંધારણની કલમ અનુસાર વૈજ્ઞાનિક અને માનવી અભિગમ વ્યાપક બનાવીએ, (2) અવૈજ્ઞાનિક દાવાઓ અને વિચારોનો પ્રચાર બંધ કરવામાં આવે, (3) આબોહવા સંકટ (Climate change) અને પર્યાવરણના વિનાશને રોકવા પુરાવા આધારિત નીતિઓ અપનાવવામાં આવે,
(4) જીડીપીના 3% મૂળભૂત વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનો માટે ખર્ચ કરવામાં આવે, (5) અમાનવીય, અંધશ્રદ્ધાળુ અને શોષણકારી પ્રથાઓને નાબૂદ કરવા અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી દેશવ્યાપી કાયદો બનાવવામાં આવે.
આ કાર્યક્રમમાં જાણીતા વિજ્ઞાની ડૉ. રાઘવન રંગરાજન, પ્રો. એન. એન. રોઘેલિયા, શ્રી રફિકભાઈ કોઠારિયા, શ્રી મનીષભાઈ સોનારા, ડૉ. કનુભાઈ ખડદિયા, ડૉ. બી. એ. મકવાણા, શ્રી પ્રશાંતભાઈ જોષી, કિશન માલવિયા, ઉત્તમ સુરપતિ તથા શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, અદ્યાપકો અને શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.