Western Times News

Gujarati News

ઈન્કમટેક્ષ ભરવામાં મહારાષ્ટ્ર ૪૯.૧૩ લાખ કરદાતા સાથે મોખરે, UP બીજા નંબરે- જ્યારે ગુજરાત સાતમાં સ્થાને

ગુજરાતમાં ૧૨ લાખથી વધુ આવક ધરાવતા 1.50 લાખ કરદાતા, ગુજરાતમાં ૮.૮૪ લાખ કરદાતાની આવક ૨.૫૦ લાખથી ૫ લાખની વચ્ચે -ગુજરાતમાં ૪.૫૮ લાખ કરદાતા ૫ લાખથી રૂપિયા ૭.૫૦ લાખ વચ્ચે સ્થાન ધરાવે છે.

(એજન્સી)અમદાવાદ, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતમાંથી ૨૦.૧૬ લાખ કરદાતાઓએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. જેમાં વર્ષે રૂપિયા ૧૨ લાખ કે તેથી વધુ આવક હોય તેવા ૧.૪૬ લાખ કરદાતા છે. દેશભરમાં કુલ ૪૮.૧૪ લાખ કરદાતા રૂપિયા ૧૨ લાખથી વધુની આવક ધરાવે છે. જેમાં મહારાષ્ટ્ર ૭.૪૮ લાખ સાથે મોખરે છે. આ યાદીમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કેરળ, તેલંગાણા પણ ગુજરાત કરતા આગળ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાંથી જે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયા તેમાંથી સૌથી વધુ ૮.૮૪ લાખ કરદાતાની આવક ૨.૫૦ લાખથી ૫ લાખની વચ્ચે છે. આ સિવાય ૪.૫૮ લાખ કરદાતા ૫ લાખથી રૂપિયા ૭.૫૦ લાખ વચ્ચે સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં ૨૦૨૩-૨૪ની સરખામણીએ ૨૦૨૪-૨૫માં ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૨૩-૨૪માં ૨૧.૭૬ લાખ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હતું. ૨૦૨૪-૨૫માં સૌથી વધુ રિટર્ન ફાઇલ કર્યું હોય તેવા દેશમાં મહારાષ્ટ્ર ૪૯.૧૩ લાખ સાથે મોખરે છે. ઉત્તર પ્રદેશ ૩૪.૬૦ લાખ સાથે બીજા નંબરે છે, જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.

નોંધનીય છે કે, નવા ટેક્સ સ્લેબમાં ૨ લાખની આવક અને ૭૫,૦૦૦ના સ્ટાન્ડર્ડ ડિડક્શનના કારણે ૧૨.૭૫ લાખની આવક પર ઝીરો ટેક્સ છે. પરંતુ જો આવક ૧૨.૭૬ લાખ થઈ તેના પર ૧૫ ટકાના સ્લેબમાં ટેક્સ ચૂકવવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.