Western Times News

Gujarati News

ગુજરાતની આંગણવાડી બહેનોને હેરાન કરતો ન્યૂડ કોલનો આરોપી પંજાબથી ઝડપાયો

પ્રતિકાત્મક

આરોપીના ઝડપાવાથી આંગણવાડી બહેનો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે

ભરૂચ,  ભરૂચ જિલ્લામાં આંગણવાડીની બહેનોને સતત હેરાન કરનાર એક આરોપીને આખરે સાયબર ક્રાઈમે પકડી પડ્યો છે. આ આરોપી પંજાબથી કાર્યરત હતો અને અવારનવાર આંગણવાડીનો બહેનોને ન્યૂડ કોલ કરીને હેરાન કરતો હતો. ભરૂચ, નેત્રંગ અને ઝઘડિયાની આશરે ૫૦ જેટલી આંગણવાડી બહેનોએ આ પ્રકારના કોલથી હેરાનગતિ ભોગવી હતી. cybercrime-arrests-nude-call-accused-used-to-harass-more-than-50-anganwadi-sisters

આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આ આરોપીને ઝડપી પાડવા માટે વિશષ ઓપરેશન હાથ ધાર્યું હતું. આરોપીના ઝડપાવાથી આંગણવાડી બહેનો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય સોર્સીસનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ કરી હતી.

આ ઓળખ બાદ પોલીસને જાણ થઇ કે આરોપી પંજાબનો ગુરજીતસિંઘ છે. પોલીસની ટીમ તાત્કાલિક પંજાબ રવાના થઇ અને ત્યાંથી આરોપીને દબોચી લીધો. ગુરજીતસિંઘને પકડી પડ્યા બાદ તેની પાસેથી મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ કપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપીની ધરપકડથી સાયબર ક્રાઈમની કામગીરીની સરાહના થઇ રહી છે.

આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અંગે પોલીસની સક્રિયતા અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. સાયબર ક્રાઈમે આંગણવાડીની બહેનોને હેરાન કરનાર આરોપીએ ઝડપી પાડીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે આવા ગુના કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ ઘરપકડથી ભવિષ્યમાં પણ આવા ગુનાઓ કરતા પહેલા લોકો સો વખત વિચારશે.

પોલીસ હવે આરોપી ગુરજીતસિંઘ સામે કાયદેસરની કાયવાહી હાથ ધરી છે અને તેની પૂછપરછ કરીને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ એ પણ સાબિત કર્યું છે કે, ડિજિટલ યુગમાં ગુનાઓનું સ્વરૂપ બદલાયું છે પરંતુ પોલીસ પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને પકડી પાડવા સક્ષમ છે.

ડ્રગ્સના નશામાં આરોપી હેવાન બની જતો બિભત્સ કોલ કરવાના ગુનામાં ઝડપાયેલો ગુરૂજીતસિંઘ અને તેનો પરિવાર ખેતીકામ કરે છે. છેલ્લા 5 થી 6 મહિનાથી તે રાત્રિના સમયે ડ્રગ્સનું સેવન કર્યા બાદ તે તેના ઘરેથી જ કોઇ પણ નંબર પર વિડિયો કોલ કરતો હતો. ડ્રગ્સના સેવનની સાથે સાથે તે બ્લુ ફિલ્મ પણ જોતો હોવાથી હેવાન બની જતો હતો.

પંજાબના હવસખોર યુવાનના રાત્રિના સમયે આવતાં અશ્લિલ કોલથી આંગણવાડી બહેનો ત્રાસી ગઇ હતી. કેટલીય બહેનોનું ગૃહસ્થ જીવન તૂટી પડવાના આરે આવી ગયું હતું. આંગણવાડી સંગઠનના પ્રમુખના નેજા હેઠળ થોડા દિવસ પહેલાં બહેનો ભરૂચમાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવા માટે આવી હતી. આંગણવાડી બહેનોએ આરોપી ઝડપાય ત્યારે તેમને સોંપી દેવાની માગણી કરી હતી. બહેનોએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.