અમદાવાદ યુનિવર્સિટી ખાતે આચાર્ય શ્રીરણછોડલાલજી દ્વારા હવેલી સંગીત સભા યોજાઈ

Ahmedabad, દિનાંક ૧૦/૮/૨૫ રવિવાર ૩ઃ૩૦ કલાકે અમદાવાદ યુનિવર્સિટી ના સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ આર્ટસ દ્વારા આચાર્યશ્રી રણછોડલાલજી ની હવેલી સંગીત પ્રસ્તુતિ સભા થઈ.
તેમાં યુવા વાગ્ગેયકાર – રચનાકાર અને મ્યૂઝિકોલોજીસ્ટ તરીકે આચાર્ય શ્રી રણછોડલાલજી રચિત “રાગાંગાર્ણવ રત્ન” પ્રબંધ પર ચર્ચા વિમર્શ અને ગાયન પ્રસ્તુત કરવામાં આવ્યું . આચાર્ય શ્રી સાથે આ પુસ્તક નાં સહભાગી ડો લક્ષ્મી શ્રીરામ અને ડો આદિત્ય ચતુર્વેદી એ આચાર્યશ્રી ની રચનાઓ વિશે સંગીત, સાહિત્ય, ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો.
સભા નો આરંભ આચાર્યશ્રી નાં સન્માન થી કરવામાં આવ્યો જેમા કોલેજ નાં ડીન ડો રાઘવન રંગરાજન એ મોમેંટો શાલ વગેરે અર્પણ કર્યા. રાગાંગાર્ણવ પ્રબંધ નાં સંશોધન અને નવાચાર માં આચાર્ય શ્રી નાં યોગદાન વિષયે જાણકારી આપવામાં આવેલ હતી. પ્રથમ પ્રસ્તુતિ અછોપ રાગ શ્રી અંગ ગૌરીના જન્માષ્ટમી બધાઈ – આજ બધાવૌ નંદરાયકે – સૂરદાસજી ની રચના નાં ગાયન થી થઈ. પછી ગ્રંથ ચર્ચા નાં મુખ્ય વિષય એવા – બન્ને રાગાંગાર્ણવ રત્ન નું રસમય ગાયન થયું .
કૌશિક અંગ ની “એ માલકૌન સો” અને સારંગ અંગ ની “આજ સારંગ વૃંદાવિપન” – રચનામાં માર્મિક સ્વરોનાં ભેદ થી એક જ રાગાંગ નાં વિવિધ રાગો ને સ્પર્શ કરતી આચાર્ય જી ની વિશેષ રચનાઓ શ્રોતા રસિકો માટે ખૂબ રોમાંચક રહી.
સભા નો અંત ગોવિંદસ્વામી રચિત પદ – રંગ મચ્યો સિંહદ્વાર રાગ અડાની મલ્હાર માં પ્રસ્તુત કરવા માં આવ્યું. આચાર્યશ્રી નાં ગાયન સાથે પખાવજ પર હિરેન સોની, સારંગી પર અર્પિત માંડવિયા એ સુરીલી સંગત આપી. સમગ્ર કાર્યક્રમ માં વિવિધ જીજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ભાવિક શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.