1700 પાયલટની સિમ્યુલેટર ટ્રેઈનિંગમાં ચૂકને પગલે DGCAની ઈન્ડિગોને નોટિસ

File Photo
તાજેતરમાં એરલાઈન્સ પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ પછી ડીજીસીએએ ખુલાસો માંગ્યો
નવી દિલ્હી,ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ ઈન્ડિગો એરલાઈન્સને કારણદર્શક નોટિસ આપી છે. આ નોટિસ એટલા માટે આપવામાં આવી છે, કારણ કે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા લગભગ ૧૭૦૦ પાયલટોની ટ્રેઇનિંગમાં કથિત રીતે કેટલીક ચૂક થઈ છે, તેમ સૂત્રોએ મંગળવારે જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ નોટિસ તાજેતરના મહિનાઓમાં એરલાઈન્સ પાસેથી મળેલા દસ્તાવેજો અને જવાબોની તપાસ પછી આપવામાં આવી છે. ડીજીસીએને જાણવા મળ્યું કે લગભગ ૧૭૦૦ પાયલટોને ‘સી’ શ્રેણી કે મહત્વપૂર્ણ એરપોર્ટાેની ટ્રેઈનિંગ એવા સિમ્યુલેટર પર આપવામાં આવી, જે પ્રમાણિત હતા નહીં. એમાં મુખ્ય પાયલટ અને સહાયક પાયલટ સામેલ છે. એટલે ટ્રેઇનિંગ માટે ઉપયોગમાં લેવાયેલા ઉપકરણ નકકી કરાયેલા સ્ટાન્ડર્ડ પ્રમાણેના હતા નહીં.
ડીજીસીએને તપાસમાં જાણવા મળ્યું કે જે સિમ્યુલેટર પર પાયલટોની ટ્રેઇનિંગ થઈ – એ કાલીકટ, લેહ અને કાઠમાંડૂ જેવા કેટલાક ખાસ એરપોર્ટ પર સંચાલન માટે યોગ્ય હતા નહીં. કાલીકટ એરપોર્ટ પર ઉડાણના સંચાલન માટે વધારાના નિયમો અને સુરક્ષા વ્યવસ્થાની જરુરિયાત હોય છે, જ્યાં ટેબલ ટોપ રનવે છે. બીજી તરફ, ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે અમને કેટલાક પાયલટોની સિમ્યુલેટર ટ્રેઇનિંગ સંબંધિત ડીજીસીએની કારણદર્શક નોટિસ મળી છે.ss1