Western Times News

Gujarati News

ભારત રિસર્ચ ઇકોસિસ્ટમમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે : મોદી

File

અટલ ટિંકરિંગ લેબ્સમાં ૧૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે

વિજ્ઞાનમાં ભારતની સિદ્ધિઓ અંગે પીએમે કહ્યું હતું કે આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનારા પ્રથમ હતા

નવી દિલ્હી,ભારત વિવિધ યોજનાઓ હેઠળ રિસર્ચ ઇકોસિસ્ટમમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. ભારતે વિશ્વભરના તમારા જેવા યુવા દિમાગને ભારતમાં અભ્યાસ, સંશોધન અને સહયોગ કરવા માટે આમંત્રણ આપ્યું છે. આગામી મોટી વૈજ્ઞાનિક સફળતા આવી ભાગીદારીમાંથી જન્મી શકે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું છે.

મુંબઈમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર ૧૮માં ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડને વીડિયો લિંક દ્વારા સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં પરંપરાનું મિલન ઇનોવેશન સાથે થાય છે. લદ્દાખની ખાતેની ખગોળશાસ્ત્રીય વેધશાળાઓનો સૌથી ઊંચી વેધશાળામાં સમાવેશ થાય છે. વિજ્ઞાનમાં ભારતની સિદ્ધિઓ અંગે પીએમે કહ્યું હતું કે આપણે ચંદ્રના દક્ષિણ ધ્›વની નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનારા પ્રથમ હતા.ભારત વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પોષવા અને યુવા મનને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

૧૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ અટલ ટિંકરિંગ લેબ્સમાં પ્રયોગો દ્વારા STEM(વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ખ્યાલોને સમજી રહ્યા છે. તેનાથી શીખવાની અને ઇનોવેશનની સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે. જ્ઞાનની પહોંચને વધુ સુલભ બનાવવા માટે અમે ‘એક રાષ્ટ્ર એક સબ્સ્કિ્રપ્શન’ યોજના શરૂ કરી છે. તે લાખો વિદ્યાર્થીઓ અને સંશોધકોને નિશુલ્ક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલોની સુવિધા મળે છે.

STEM ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારીના સંદર્ભમાં ભારત અગ્રણી છે. મોદીએ ભારતીય અવકાશયાત્રી ગ્›પ કેપ્ટન શુભાંશુ શુક્લાની પણ પ્રશંસા કરી હતી. જેઓ તાજેતરમાં ISSના ૧૮ દિવસના સફળ મિશન પછી પૃથ્વી પર પરત આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.