Western Times News

Gujarati News

બે ગઠિયા વિધવાના રૂ.૫૦ હજારના દાગીના લઇ ફરાર

બેન્કના અધિકારી હોવાની ઓળખ આપી

વડોદરાના છાણી ખાતે BOBમાં તમારા પતિએ મુકેલા રૂ.૯ લાખમાંથી ૨.૫૦ લાખ આપીશ બાકી બેન્કમાં જમા રહેશે તેમ કહી ખેલ પાડ્યો

વડોદરા,વડોદરાના દુમાડ ખાતે રહેતા મહિલા છાણી બેન્ક ઓફ બરોડા ખાતે પેન્શનની પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગયા હતા. ત્યારે બે ગઠિયા તેમની પાસે આવ્યા હતા અને તેઓએ બેન્કના અધિકારી છે તમારા પતિએ રૂ.૯ લાખ બેન્કમાં મુક્યા છે તેમાંથી તમને રૂ.૨.૫૦ લાખ આપીશું બાકી બેન્કમાં રહેશે તેમ કહી ફોર્મ ભરવાના બહાને દાગીના ઉતરાવી ફોટો પડાવ્યો હતો.

ત્યારબાદ માજી તમે અહિયા બેસો અમે સહી સિક્કા કરાવી આવીએ છીએ તેમ કહી ફરાર થઈ ગયા હતા. જેથી રૂ.૫૦ હજાર લઇ ભાગી ગયેલા બંને ગઠિયા પરત નથી આપતા તેમના વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.વડોદરા જિલ્લાના દુમાડ ગામે નવીનગરમાં રહેતા મધુબેન બચુભાઈ ચાવડાના પતિ પીડબ્લ્યુડી વિભાગમાં નોકરી કરતા હતા પરંતુ પતિનું અવસાન થયું હતું. ત્યારે હવે મહિલાને તેમના પતિનું પેન્શન દર મહિને રૂ.૧૦ હજાર મળે છે, જે બેન્ક ઓફ બરોડા છાણી શાખામાં તેઓ ઉપાડતા હતા.

૧૧ ઓગસ્ટના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ઘરેથી રીક્ષામાં બેસી છાણી બીઓબીમાં પેન્શનની પાસબુકમાં એન્ટ્રી પડાવી, કરીયાણાનો થોડો સામાન લઈને પરત ઘરે આવવા માટે રીક્ષા માટે રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બે શખ્સ તેમની પાસે આવ્યાં હતા અને પોતાને બેંકના અધિકારી હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ તેઓએ તમારા પતિ બેન્કમાં રૂ.૯ લાખ મુકી ગયા છે પરંતુ તમને તથા તમારા પુત્રને જાણ નથી, જેથી તેમને આ રૂપિયામાથી ૨.૫૦ લાખ મળશે, બાકીના રૂપિયા બેન્કમાં જમા રહેશે તેવું કહીને તેમને બેન્કમાં ફોર્મ ભરવું પડશે અને તેના માટે તમારો ફોટો જોઈએ એમ જણાવ્યું.

ત્યારબાદ તેમને કમાટીબાગ ખાતે ફોટો પડાવવા લઈ ગયા હતા. ત્યાં મહિલાને તમારા દાગીના ઉતારી ફોટો પડાવો તેમ કહી દાગીના ઉતરાવ્યાં હતા.ફોટો પાડીને આધેડ મહિલાને પરત છાણી લઈ ગયાં હતા. બેન્ક પાસે ઠગોએ માજી તમે અહિયા બેસો, બેન્કમાં જઈને સહી સિક્કા કરાવીને આવી રહ્યા છીએ તેમ કહીને ગયા હતા. પરંતુ બંને ઠગ રૂ.૫૦ હજારના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. જેથી મહિલાએ છાણી પોલીસ સ્ટેશનમાં બંને ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.