Western Times News

Gujarati News

સૈયારાના અહાન પાંડે અને અનીત પડ્ડાને બ્રેકઆઉટ સ્ટાર એવોડ્‌ર્સ મળ્યા

અહાને કહ્યું, “મારી અભિનય કારકિર્દીનો પહેલો એવોર્ડ”

અનિતે કહ્યું, મને ખુશી છે કે ‘સૈયારા’ અને તેમાં મારા અભિનયને વિશ્વભરના દર્શકોએ ખૂબ પસંદ કર્યાે છે

મુંબઈ,અહાન પાંડેએ મોહિત સૂરીની ફિલ્મ ‘સૈયારા’માં અનિત પડ્ડા સાથે બોલિવૂડમાં સુપર હિટ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી અને બંને રાતોરાત સેન્સેશન બની ગયાં છે. હવે, અહાન અને અનીતને IMDb બ્રેકઆઉટ સ્ટાર STARmeter એવોડ્‌ર્સ મળ્યા છે.આ જોડીને પોપ્યુલર ઇન્ડિયન સેલિબ્રિટીઝ રેન્કિંગમાં તેમના પ્રદર્શનના આધારે આ સન્માન મળ્યું છે, જે પ્લેટફોર્મના ગ્લોબલ સબસ્ક્રાઇબર્સના આધારે તારણ કાઢે છે.

જુલાઈમાં, અહાન પોપ્યુલર ઇન્ડિયન સેલિબ્રિટીઝની યાદીમાં ટોચ પર હતો, જેમાં દિગ્દર્શક મોહિત સુરી બીજા સ્થાને અને અનિત પડ્ડા ત્રીજા સ્થાને રહ્યાં.આ પુરસ્કાર વિશે વાત કરતા, અહાને કહ્યું, આ એવોર્ડ મારી અભિનય કારકિર્દીનો પહેલો એવોર્ડ છે અને તે સીધો પ્રેક્ષકો તરફથી મળે છે તે બાબત તેને વધુ ખાસ બનાવે છે. મેં મારું આખું બાળપણ આ સાઇટ પર વિવિધ બાબતો શોધવામાં, વિવિધ વોટિંગ જોવામાં, વિવિધ ફિલ્મો અને શોની માહિતી જોવામાં વિતાવ્યું. આ મારું હંમેશાથી સપનું રહ્યું છે.”

અનિતે કહ્યું,“મને ખુશી છે કે ‘સૈયારા’ અને તેમાં મારા અભિનયને વિશ્વભરના દર્શકોએ ખૂબ પસંદ કર્યાે છે. પ્રેક્ષકો દ્વારા મળેલી પ્રશંસાનું આવું પરિણામ મેળવવું એ ખરેખર અર્થપૂર્ણ બાબત છે. લોકોને સ્પર્શી ગયેલા અભિનય સાથે મનોરંજન પૂરું પાડવા બદલ હું રોમાંચિત છું. હું મારો પહેલો એવોર્ડ ફિલ્મના સમગ્ર કલાકારો અને ક્‰ને ડેડિકેટ કરવા માંગુ છું. વાણીનું પાત્ર ભજવવું એ મારા જીવનનો સૌથી આનંદદાયક અને સ્પર્ષી જાય એવો અનુભવ રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.