Western Times News

Gujarati News

રખડતાં કૂતરા હટાવવાના આદેશનો કલાકારોએ પણ કર્યાે વિરોધ

રવીના ટંડને અધિકારીઓ પર લગાવ્યો આરોપ

સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ કોર્પાેરેશનોને તાત્કાલિક અસરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ કર્યાે છે

મુંબઈ, સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી અને દ્ગઝ્રઇમાં રખડતા કૂતરાઓની વધતી જતી સમસ્યાને લઈને એક આદેશ જારી કર્યાે હતો. સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ કોર્પાેરેશનોને તાત્કાલિક અસરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ કર્યાે છે. આ નિર્ણય પર કેટલાક લોકોએ સ્વાગત કર્યું છે, પરંતુ કેટલાક બોલિવૂડ અને ટીવી સેલેબ્સે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. જેમાં રવિના ટંડન અને ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કોણે શું કહ્યું છે.જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટસ મૂક્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘તેઓ તેને ખતરો કહે છે.

અમે તેને હૃદયના ધબકારા કહીએ છીએ. આજે સુપ્રીમ કોર્ટ કહે છે, દિલ્હી દ્ગઝ્રઇના રસ્તા પરના તમામ રખડતા કૂતરાને હટાવો અને શેલ્ટર હોમમાં બંધ કરી દો. કોઈ સૂર્યની રોશની નહીં. કોઈ આઝાદી નહીં. કોઈ પરિચિત ચહેરો નહીં, જેમને તેઓ દરરોજ સવારે મળે છે. પરંતુ આ માત્ર ‘રખડતા કૂતરા’ નથી. આ સવારે બિસ્કિટ માટે તમારી ચાની દુકાનની બહાર રાહ જુએ છે. તેઓ દુકાનદારોની ચૂપચાપ રાત્રિ દરમિયાન ચોકીદારી કરે છે. બાળકો શાળાએથી પાછા ફરતી વખતે આ પૂંછડીઓ હલાવતા હોય છે.

તેઓ ઠંડા, બેપરવાહ શહેરમાં હૂંફ છે.’ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ટીકા કરી છે. તેણે કહ્યું કે, રખડતા કૂતરા માત્ર આપણા રક્ષક જ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને આસ્થાનો પણ એક ભાગ છે. આપણી પરંપરાઓમાં, કૂતરાઓ ભૈરવ બાબાના મંદિરની રક્ષા કરે છે અને અમાવસ્યા પર આશીર્વાદ માટે તેમને ખવડાવવામાં આવે છે. તેઓ આપણી શેરીઓમાં મોટા થયા છે, દુકાનોની રક્ષા કરે છે, આપણા દરવાજાની બહાર રાહ જુએ છે, ચોરોને ભગાડે છે. જો આપણે તેમને હમણાં દૂર કરીશું, તો વાસ્તવિક ખતરો આવે તે પહેલાં જ આપણે આપણા રક્ષકો ગુમાવી દઈશું. જેમ કે આગ પહેલા એલાર્મ બંધ કરી દેવું. તેઓ રખડતા નથી.

તેમની સંભાળ રાખો. તેમને રસી આપો. તેમને ખવડાવશો અને તેમને જ્યાં છે ત્યાં રહેવા દો. જે સમાજ પોતાના અવાજહીન લોકોનું રક્ષણ કરી શકતો નથી, તે પોતાનો આત્મા ગુમાવી રહ્યો છે. આજે કૂતરા છે. કાલે… તે કોણ હશે? તમારો અવાજ ઉઠાવો. કારણ કે તેમનો કોઈ અવાજ નથી.’રવીના ટંડને સ્થાનિર અધિકારીઓ પર રખડતાં પ્રાણીઓની નસબંધી પર બરોબર કામ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘તેમણે ‘ૐ્‌ સિટી’ ને કહ્યું હતું, મને લાગે છે કે ત્યાં જ ઈન્ડિઝની વસ્તી વધી હતી, સાચુ કહું તો બીચારા આ કૂતરાઓને દોષી ઠેરવી શકાય નહીં. તેનો મતલબ કે, સ્થાનિક યૂનિટ્‌સ રસીકરણ અને નસબંધી અભિયાન ચલાવી રહ્યા નથી.”

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, રખડતા કૂતરાઓને દરેક વિસ્તારમાંથી ઉઠાવવાનું શરુ કરવું જોઈએ. તેમને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવા જોઈએ. જો આ દરમિયાન કોઈ સંગઠન કે વ્યક્તિ વચ્ચે આવે છે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. માનવ જીવન અને સલામતી પહેલા આવે છે. કૂતરાઓના હુમલા અને હડકવા જેવા ખતરનાક રોગોનો ભોગ બનતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.