સમીરા રેડ્ડીનું ૧૩ વર્ષ પછી કમબેક, હોરર ફિલ્મમાં દેખાશે

ચીમની ફિલ્મ આ વર્ષના અંતે રીલિઝ થશે
સમીરાએ કબૂલ્યું હતું કે એક દાયકા કરતાં વધારે સમય પછી મૂવી કેમેરાનો સામનો કરતી વખતે તે નર્વસ થઈ ગઈ છે
મુંબઈ,સમીરા રેડ્ડી ૧૩ વરસ પછી ફરી રૂપેરી પડદે અભિનય કરતી જોવા મળશે. છેલ્લે તે ૨૦૧૨મા ં ‘તેજ’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે ૪૬ વર્ષીય સમીરા ‘ચીમની’ નામની હોરર-થ્રિલર ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મ આ વરસના અંતમાં રિલીઝ કરવામાં આવશે.
સમીરાએ કબૂલ્યું હતું કે એક દાયકા કરતાં વધારે સમય પછી મૂવી કેમેરાનો સામનો કરતી વખતે તે નર્વસ થઈ ગઈ છે. તેણે જણાવ્યું હતું કે તેના સંતાનો તેને ફિલ્મોમાં કમબેક માટે ઉત્તેજન આપ્યું હતું. સમીરા લગ્ન પછી ગોવા શિફ્ટ થઈ ચૂકી છે.
તેના અને તેની સાસુના ફન વિડીયોઝ બહુ લોકપ્રિય છે. ઈન્સ્ટા પર તેના ૧૮ લાખથી વધુ ફોલોઅર્સ છે. એક એકટ્રેસ કરતાં પણ એક સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર તરીકે તેણે પોતાની નવી ઓળખ બનાવી છે.