હિમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂર્ણતાની નજીક: CRS નિરીક્ષણ શરૂ

હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનના નિરીક્ષણ સાથે, ઉત્તર ગુજરાતમાં રેલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત
સાબરકાંઠા જિલ્લામાં સદીથી વધુ સમયથી જીવનરેખા તરીકે સેવાઓ આપતું ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક, જે હિંમતનગરને ખેડબ્રહ્મા જોડતો ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક છે, જે હવે આધુનિક બ્રોડ ગેજ સ્વરૂપે ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જે ઝડપી, સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ રેલ સેવાઓનું વચન આપે છે.
હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ, જે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 55 કિમી સુધી ફેલાયેલો છે, તેને 2 જૂન 2022ના રોજ ₹482 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત જૂના મીટર ગેજને મજબૂત બ્રોડ ગેજ ટ્રેકથી બદલવામાં આવી રહ્યો છે, જે વધુ ઝડપ, આરામદાયક મુસાફરી અને વધારેલી માલવહન ક્ષમતા માટે સહાયક બનશે. આ કામ EPC (ઇન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે, જે 28 મે 2023ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.
આજે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS પશ્ચિમ રેલવે સર્કલ) એ કાયદાકીય નિરીક્ષણની શરૂઆત કરી – જે પ્રોજેક્ટ કમિશનિંગ પહેલાંનું એક મહત્વપૂર્ણ પગલું છે. નિરીક્ષણ હિંમતનગરથી શરૂ થયું અને મોટર ટ્રોલી દ્વારા જાદર સુધીના 20 કિમી વિસ્તારને આવરી લીધો. ટીમે સ્ટેશન સુવિધાઓ, ટ્રેક જ્યોમેટ્રી, વળાંકો, પુલો અને રોડ અંડર બ્રિજ (RUBs)ની વિગતવાર તપાસ કરી.
નિરીક્ષણ ટીમમાં ઈ. શ્રીનિવાસ, કમિશનર ઑફ રેલવે સેફ્ટી (પશ્ચિમ રેલવે સર્કલ) શ્રી વેદ પ્રકાશ, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ; શ્રી પ્રદીપ ગુપ્તા, મુખ્ય પ્રશાસનિક અધિકારી; ચીફ ટ્રેક ઈજનેર; ચીફ ઓપરેશન્સ મેનેજર (G) તેમજ કન્સ્ટ્રક્શન અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થયો હતો.
તબક્કાવાર કમિશનિંગનું આયોજન છે:
* હિંમતનગર થી ઇડર (31 કિમી) – હાલના તબક્કામાં શરૂ કરવાનો લક્ષ્ય
* ઇડર થી ખેડબ્રહ્મા (23.83 કિમી) – સપ્ટેમ્બર 2025માં શરૂ કરવાનો લક્ષ્ય
આ પરિવર્તન ફક્ત ગેજમાં સુધારો નથી; તે સાબરકાંઠા પ્રદેશ માટે કનેક્ટિવિટી, તક અને વૃદ્ધિની સંભાવનામાં સુધારો છે,”
સંચાલન શરૂ થયા પછી આ આધુનિક લાઇનથી:
* મુસાફરોનો પ્રવાસ સમય ઓછો થશે
* વધુ ઝડપથી અને સમયસર ટ્રેનો દોડાવી શકાશે
* કૃષિ, પથ્થર ખાણકામ અને ઔદ્યોગિક માલ માટે વધુ ભારે અને ઝડપી માલવહન સુવિધા મળશે
આજનું નિરીક્ષણ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું છે, અને હવે હિંમતનગર–ઇડર–ખેડબ્રહ્મા વચ્ચેનો આ મહત્વપૂર્ણ જોડાણ ફરી શરૂ થવાની દિશામાં છે – જે ઉત્તર ગુજરાત માટે રેલ જોડાણના નવા યુગની શરૂઆત કરશે.
સ્થાનિક ઉત્સાહ અને આર્થિક આશાઓ
જાદરના રહેવાસીઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે પ્રોજેક્ટ આ વિસ્તારમાં આર્થિક તેજીને ટ્રિગર કરશે. હાલમાં જાદર અને હિંમતનગર વચ્ચે બસો 1 થી 1.5 કલાક લે છે, જે કનેક્ટિવિટી અને બજારની પહોંચને મર્યાદિત કરે છે. એકવાર ટ્રેનો શરૂ થઈ જાય, પછી ખેડૂતો અને વેપારીઓ નોંધપાત્ર ફાયદાની અપેક્ષા રાખે છે – ખાસ કરીને ઘઉં, શાકભાજી અને સૂકા અનાજને અમદાવાદના બજારોમાં પરિવહન કરવામાં, જ્યાં તેઓ વધુ સારા ભાવ મેળવી શકે છે.
“આ રેલ્વે સમય બચાવશે, પરિવહન ખર્ચ ઘટાડશે અને વેપાર માટે નવી તકો ખોલશે,” એક સ્થાનિક વેપારીએ કહ્યું. “અમારા ખેડૂતો માટે, તેનો અર્થ વધુ સારું વળતર અને મોટા બજારોમાં પ્રવેશ થશે.”