Western Times News

Gujarati News

26 સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં થઈ શકે છે PM મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત?

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAની વાર્ષિક બેઠકમાં હાજરી આપી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મોદીની મુલાકાત સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાતનો વાસ્તવિક હેતુ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનો અને વેપાર અને ટેરિફ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવાનો છે. આ દરમિયાન બંને નેતાઓ વેપાર સોદાની જાહેરાત પણ કરી શકે છે.

PM Narendra Modi is likely to visit the US next month for the #UNGA summit in #NewYork & is expected to meet President #DonaldTrump to address issues on trade amid a downturn in bilateral relations

UNGAમાં મોદીનું ભાષણ ૨૬ સપ્ટેમ્બરે થવાનું છે. આ સમયગાળા દરમિયાન મોદી ટ્રમ્પ અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી શકે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ કહ્યું છે કે તેઓ સપ્ટેમ્બરમાં UNGA દરમિયાન મોદીને મળી શકે છે..

મોદી અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૫માં અમેરિકા ગયા હતા. આ દરમિયાન તેઓ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા હતા. ટ્રમ્પે ટેરિફ મુદ્દે મોદીની પ્રશંસા કરી અને તેમને એક ટફ નેગોશિએટર કહ્યા. તેમણે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૬ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે આ સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઓર્ડર ૨૭ ઓગસ્ટથી અમલમાં આવશે.

એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ, ૩૦ જુલાઈના રોજ, તેમણે ભારત પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. હવે ભારત પર કુલ ૫૦% ટેરિફ લાદવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.