મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ પહેલીવાર ૧૯૮૦માં નોંધાયું હતું: જોકે તેઓ ઈટાલીના નાગરિક હતા

File Photo
સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતુંઃ ભાજપ
(એજન્સી) નવી દિલ્હી, ચૂંટણી પંચ દ્વારા બિહારમાં શરૂ કરાયેલ મતદાર યાદી સુધારણા મામલે વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જીંઇ મામલે રોજબરોજ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરતા રહ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ જીંઇનો મામલો પહોંચી ગયો છે, ત્યારે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધી, મતદાર યાદીમાં સોનિયા ગાંધીના નામમાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા શેર કર્યા છે.
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો છે કે, જ્યારે સોનિયા ગાંધી ભારતના નાગરિક ન હતા, ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં બે વખત રજીસ્ટર્ડ થયેલું હતું અને આ બાબત ચૂંટણી કાયદાનું સ્પષ્ટરૂપે ઉલ્લંઘન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ જ કારણે રાહુલ ગાંધી અયોગ્ય, ગેરકાયદેસર અને જીંઇનો વિરોધ કરી રહેલા મતદારોને કાયદેસર કરવાની તરફેણ કરી રહ્યા છે.
માલવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર પુરાવા સાથે પોસ્ટ લખી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ પહેલીવાર ૧૯૮૦માં નોંધાયું હતું, જોકે તેઓ તે વખતે ઈટાલીના નાગરિક હતા અને હજુ સુધી તેમને ભારતીય નાગરિકતા મળી નથી.
તે વખતે ગાંધી પરિવાર ૧, સફદરજંગ રોડ, પૂર્વ વડાપ્રધાન ઈÂન્દરા ગાંધીના નિવાસસ્થાને રહેતો હતો. તેથી મતદાર યાદીમાં આ જ સરનામે ઈÂન્દરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીનું નામ હતું. વર્ષ ૧૯૮૦માં મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ હતી, જેમાં એક જાન્યુઆરી-૧૯૮૦ માન્યતા તારીખ રાખવામાં આવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીનું નામ પોલિંગ સ્ટેશન નંબર-૧૪૫માં ૩૮૮ ક્રમે જોડવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે, ‘૧૯૮૨માં વિવાદ થયો હતો, જેના કારણે સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું, પછી ૧૯૮૩માં ફરી મતદાર યાદીમાં નામ રજિસ્ટર્ડ કરી પોલિંગ સ્ટેશન ૧૪૦માં ૨૩૬ ક્રમ આપવામાં આવ્યો.
આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તે વખતે મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ ત્યારે યોગ્ય તિથી એક જાન્યુઆરી-૧૯૮૩ નક્કી કરવામાં આવી હતી, જ્યારે સોનિયા ગાંધીને ૩૦ એપ્રિલ-૧૯૮૩માં ભારતીય નાગરિકતા મળી હતી. એટલે કે તે સમયે તેઓ ભારતીય નાગરિક ન હતા.