Western Times News

Gujarati News

સોલાર પ્લાન્ટમાંથી 10.89 લાખના વાયરોની ચોરી

પ્રતિકાત્મક

આણંદ,  વાલીયા તાલુકાના કનેરાવ ગામ તથા વાલીયા ગામના સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૂ.૧૦.૮૯ લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અ‹થગ રોડ ચોરી લાખોનું નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા વાલીયા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.

મૂળ આણંદના રહેવાસી અને હાલ સુરતના વેલંજા ખાતે રહેતા મૌલિક કુમાર પટેલ વાલીયા ગામની સીમમાં ઉજ્જવલ ટેક્ષ ટાઇલ્સ સોલાર પ્લાન્ટમાં ઈપીસી હેડ તરીકે ફરજ ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વાલીયા ગામની સીમમાં ૧૫ એકરમાં સોલાર પ્લાન્ટ છે.

જેમાં તા . ૧૫ જુલાઈના રોજ મેન્ટેન્સ સ્ટાફના માણસો વિઝીટ કરતા ૧૧,૪૮૪ મીટરની લંબાઈ ધરાવતા રૂ.૫.૦૮ લાખના ડીસી કેબલ તથા રૂ.૮૪૬૦ની કિંમતના ૬ નંગ અ‹થગ રોડની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. તેમજ તા. ૨૪ જુલાઈના રોજ ૪૦૬૬ મીટરની લંબાઈના રૂ.૫.૦૮ લાખના ડીસી કેબલની ચોરી તેમજ અન્ય એક ડીસી કેબલને કાપી રૂ.૮૮,૫૦૦ નુકસાન પહોંચાડ્યું હતું.

બીજા કિસ્સામાં કનેરાવ ગામની સીમમાં કોનિકા એન્ટીમાં પ્રાઇવેટ લિમિટેડનો આઠ એકર જમીનમાં સોલાર પાવર પ્લાન્ટ આવ્યો છે. કંપનીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હેનિલભાઈ પટેલની ફરિયાદ હતી કે, ગઈ તા.૭ થી ૮ ઓગસ્ટ દરમિયાન સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ કૂદી અજાણ્યા તસ્કરો રૂ.૧૬,૯૨૦ ની કિંમતના ૧૨ નંગ અ‹થગ રોડ, રૂ.૨૭,૫૦૦ ની કિંમતની છ નંગ આ‹થગ પટ્ટી અને ૭,૮૭૦ મીટરની લંબાઈનો રૂ.૩.૪૮ લાખની કિંમતનો ડીસી કેબલ ચોરી ફરાર થઈ જઈ અન્ય એક કેબલ કાપી રૂ.૬૬,૩૭૫ નું નુકસાન પહોંચાડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.